________________
ઉપોદ્દાત નિ ૧૩૪
૧૧૧
મેં મારા પુત્રની કોઈ ભૂલ જોઈ નથી. વાસુદેવ કહે - આજે જ તને બતાવું. એમ કહી તે બંને આભીર અને આભીરણીનું રૂપ લીધું. છાસ વેચવા દ્વારકા આવ્યા. સાંબે તેને ગોરસ વેચતા જોયા. આભીરણીને કહ્યું - આવ તારું દહીં લઈ લઉં. તે અl, પાછલ આભીર આવ્યો. સાંબે કહ્યું - X• તો પણ આભીરણ દેશમાં પ્રવેશતી ન હતી, એટલે સાંબે તેને હાથ પકડીને અંદર ખેંચી. ત્યારે બંને પોતાના અસલીરૂપમાં આવ્યા. આ તો મારા માબાપ છે તેમ જાણી શાંબ ભાગ્યો. બીજે દિવસે બળાકારે ઘેર લાવ્યા ત્યારે ખીલો ઘસવા લાગ્યો. વાસુદેવે પૂછ્યું - આ શું કરે છે ? શાંબે કહ્યું કે – ગઈ કાલની જૂની વાત જે કહેશે તેના મુખમાં આ છાલી દઈશ. • x • સાર એ કે વાસુદેવને ન ઓળખ્યા ત્યાં સુધી અનનુયોગ અને ખરું જાણતાં અનુયોગ નીક પૂર્વવતું.
શ્રેણિકના કોપ સંબંધી દષ્ટાંત - રાજગૃહી નગરી, શ્રેણિક રાજા, ચેલણા સણી. મહા મહિને વર્ધમાન સ્વામીને વાંદીને સાંજે મહેલે આવ્યા ત્યારે રસ્તામાં પ્રતિમાપારી મુનિને કાયોત્સર્ગમાં જોયા. તે દિવસે ઘણી ઠંડી હતી. રાતના રાણીનો હાથ બહાર ખુલ્લો રહી જતાં કમકમી આવવાથી જાગીને હાથ અંદર લીધો. હાથની શીતળતાથી આખું શરીર શીત થઈ જતાં બોલી કે તે તપસ્વી હાલ શું કરતાં હશે?
આ સાંભળી શ્રેણિકે વિચાર્યું કે આ રાણીએ કોઈને સંકેત આપ્યો હશે. દુરાચારની આશંકાથી પ્રભાતે અભયકુમારને કહ્યું કે ચેલણાનો મહેલ બાળી મૂક. અભયે માત્ર હાથી સખવાની જગ્યાએ થોડી આગ લગાડી. ભગવંત મહાવીર પાસે જઈ શ્રેણિકે પૂછ્યું કે ચેલણા શીલવંતી કે કુલટા? ભગવંત કહે – શીલવંતી. શ્રેણિક તેણીને બચાવવા જલ્દી પાછો ફર્યો. સામે અભયકુમાર મળ્યો, કેમ સળગાવ્યો ? અભય કહે હા. • x • કથાનો સાર એ કે શ્રેણિકે શંકા કરી તે અનનુયોગ, ખરી વાત જાણી તે અનુયોગ.
હવે પૂર્વે બતાવેલ ભાષાદિ સ્વરૂપ સમજાવે છે – • નિયુક્તિ -૧૩૫ -
કાષ્ઠમાં, પુસ્તમાં, ચિત્રમાં, શ્રીધરમાં, પSામાં, માર્દિશકમાં, ભાષા-વિભાષા અને વાર્તિકના ટાંતો જાણવા.
• વિવેચન-૧૩૫ :
કાઠ વિષયક દટાંત • કોઈ સુતાર લાકડામાં પુતળાનો આકાર મમ કરે, કોઈ શૂળ અવયવ બનાવે, કોઈ સંપૂર્ણ અંગો પાંગ કરે. એ પ્રમાણે કાષ્ઠ સમાન સામાયિકાદિ સૂગ છે, તેમાં બોલનારો થોડામાં અર્થ માત્ર બતાવે છે. જેમકે - સમભાવ તે સામાયિક. પણ વિભાષિક વિદ્વાનું તેના અનેક પ્રકારે અર્થ બતાવે છે. જેમકે સમભાવ તે સામાયિક અથવા સમ - મધ્યસ્થતાનો લાભ તે સામાયિક. વ્યક્ત કરવાના સ્વભાવવાળો તે વ્યક્તિકર છે. જે સંપૂર્ણ વ્યુત્પત્તિ કરે, સામાયિકમાં લાગતાં અતિસાર, અનાચાર, ફળ આદિનું વિભિન્ન સ્વરૂપ બોલે તે છે તે સંપૂર્ણપણે બતાવનાર
૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નિશ્ચયથી ચૌદ પૂર્વી છે. - x • x -
પુસ્તક સંબંધી દૈટાંત - કોઈ કાગળમાં આકાર માત્ર કરે, કોઈ સ્થળ આકૃતિ કરે, કોઈ સંપૂર્ણ અવયવ બનાવે, તેના ઉપરથી સામાયિક વગેરેની ઘટના ઉપર માફક જાણવી.
ચિત્રનું દૃષ્ટાંત - કોઈ ચીતારો વહેણાં કે પીછીથી આકાર કરે, કોઈ હરિતાલ આદિથી જુદા જુદા રંગ પુરે, કોઈ સંપૂર્ણ અવયવો તેવા આકારના રંગના બનાવે. સામાયિકાદિ યોજના ઉપર મુજબ.
શ્રી ગૃહિકાનું દૃષ્ટાંત - શ્રી ગૃહ તે ભંડાર, તે જેને હોય તે શ્રી ગૃહિક, ભરેલા વાસણ જોઈ તે કહે કે આ રત્નોનું ભાજન છે, કોઈ તે રનોની જાતિ તથા મૂલ્ય કહે, કોઈ રનોના ગુણો પણ જાણે. શેષ પૂર્વવતું.
પુંડરિકનું દેટાંત - થોડું ખીલેલું, અર્ધ ખીલેલું, સંપૂર્ણ ખીલેલું એમ કમળ ત્રણ ભેદે છે. એ પ્રમાણે ભાષાદિ જાણવા.
દેશિકનું દષ્ટાંત - દેશન એટલે કથન કરવું, તે કથન કરનારને દેશિક કહે છે, જેમ કોઈ દેશિક માર્ગે પૂછતાં દિશા માત્ર બતાવે. એ પ્રમાણે સાધુ વિપરીત પ્રરૂપે તો અનસુયોગ, સાચું સ્વરૂપે તો અનુયોગ.
એ રીતે દૃષ્ટાંતથી અનુયોગ સમજાવ્યો. નિયોગ પણ પૂર્વે કહેલ સ્વરૂપવાળો છે, આ બતાવેલા ઉદાહરણથી સમજી લેવો.
આ પ્રમાણે ભાષક, વિભાપક, વ્યક્તિકર સંબંધી દૈટાંતો બતાવ્યા. આ રીતે વિભાગ કહ્યો. હવે દ્વારવિધિનો અવસર છોડીને વ્યાખ્યાન વિધિ કહે છે –
• નિયુક્તિ-૧૩૬ :
ગાય, ચંદન કંથા, ચેટી, શ્રાવક, બહેરો, ગોધો, ટંકણનો વેપારી એ. સાત ટાંત આચાર્ય અને શિષ્ય સંબંધે જાણવા.
• વિવેચન-૧૩૬ -
ચાર અનુયોગદ્વારમાં ન લીધેલો વ્યાખ્યાન વિધિ શા માટે અહીં કહો છો ? શિષ્યને સુખે શ્રવણ થાય, આચાર્યને સુખે પ્રવૃત્તિ થતાં શાસ્ત્રનો ઉપકાર થાય અથવા અધિકૃત જ જાણવો. કેવી રીતે ? અનુગમમાં તેનો સમાવેશ થાય છે, કેમકે અંતર્ભાવ વ્યાખ્યાનના અંગપણે છે.
જો આ અનુગામનું અંગ છે, તો તેના દ્વાર વિધિની પૂર્વે કેમ કહો છો ? દ્વાર વિધિનું પણ ઘણું કહેવાનું હોવાથી અહીં વ્યાખ્યાન વિધિનો વિપર્યય ન થાઓ. તેથી અહીં પહેલાં આચાર્ય તથા શિષ્યના ગુણદોષ બતાવ્યા છે. જેથી આચાર્ય ગુણવંત શિષ્યને અનુયોગ કરાવે અને શિષ્ય પણ ગુણવંત આચાર્ય પાસે જ સૂત્ર સાંભળે.
જે વ્યાખ્યાન વિધિ અનુગમ અંગને અહીં અવતારીને કહો છો તો દ્વાર ગાથામાં પણ એવી રીતે યોજના કેમ ન કરી ? સૂત્ર વ્યાખ્યાનનું મહત્વ બતાવવા માટે કે વિશેષ પ્રકારે સૂગ વ્યાખ્યાનમાં આચાર્ય કે શિષ્ય ગુણવાન શોધવો. હવે ચાલુ