Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્ય કે ઉદયાતમન કા નિરૂપણ સૂર્યના ઉદય તેમજ અસ્તને લઈને બીજા કેટલાક મિથ્યાભિનિવેશવાળા લકે વિરુદ્ધ પ્રરૂપણ કરે છે, એથી તે વિરુદ્ધ પ્રરૂપણાને વસ્ત કરવા માટે સૂત્રકાર ૧૬ મા સૂત્રનું કથન કરે છે–વીવે મંતે ! તીરે કરીજ પાળ મુરારજી રૂાર
ટીકાથ-આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે. હે ભદંત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં બે સૂર્યો “રીવાળ વાજી ઈશાન દિશામાં ઉદિત થઈને-પૂર્વ વિદેહ ક્ષેત્રની અપેક્ષાએ ઉદયને પ્રાપ્ત થઈને ‘નાળેિ ગાદજીતિ’ શું આગ્નેય કોણમાં આવે છે? શું કમશ: અસ્ત થાય છે? આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ઉદય અને અસ્ત દૃષ્ટા પુરુષની અપેક્ષાએ જાણવા જોઈએ. આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-જે પુરુષને અદશ્ય થયેલા તે સૂર્યો દશ્યમાન થઈ જાય છે. તે પુરુષ
૧ પ્રાકૃતમાં દ્વિવચન નથી. એથી મૂળમાં ‘પૂપિયા’ આ પ્રમાણે બહુવચનને પ્રયોગ કરવામાં આવેલ છે. તે સૂર્યોમાં ઉદય હોવા સંબંધી વ્યવહાર કરે છે અને જે પુરુષને દશ્યમાન થયેલા તે સૂર્યો અદશ્ય થઈ જાય છે તે પુરુષે તેમનામાં અસ્ત હોવા સંબંધી વ્યવહાર કરે છે. આથી ઉદય અને અસ્ત એ વ્યવહાર અનિયત જ છે. અહીં સૂત્રમાં કાકુના પાઠથી પ્રશ્નનું નિર્ધારણ કરી લેવું જોઈએ. ભરત વગેરે ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ-દક્ષિણ કોણમાં ઉદયને પ્રાપ્ત કરી તેઓ બે સૂર્યો દક્ષિણ-પશ્ચિમકણમાં અસ્ત થઈ જાય છે? અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ દક્ષિણ-પશ્ચિમકોણમાં ઉદિત થઈને તે બન્ને સૂર્યો પૂર્વ ઉત્તર દિકણમાં વાયવ્યકોણમાં અસ્ત થઈ જાય છે ? “કરીનપાર્જન મારિ ’ ઐરવતાદિ ક્ષેત્રની અપેક્ષાએ વાયવ્યકોણમાં ઉદયને પ્રાપ્ત કરીને ઈશાન કોણમાં અસ્ત પામે છે? આ પ્રમાણે સામાન્ય રૂપમાં બે સૂર્યોની ઉદય વિધિ પ્રતિપાદિત કરી છે. હવે વિશેષ રૂપથી તે આ પ્રમાણે છે.
જ્યારે એક સૂર્ય આગ્નેય કોણમાં ઉદત થાય છે ત્યારે તે મેરુપર્વતની દક્ષિણદિશામાં આવેલા ભરતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તે સમયે બીજો સૂર્ય વાયવ્યકોણમાં ઉદિત થઈને મંદરપર્વતની ઉત્તરદિશામાં આવેલા ઐરવતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભરતક્ષેત્ર સંબંધી સૂર્યમડળ ભૂમિથી ભ્રમણ કરતુ મૈત્રકેણમાં ઉદિત થાય છે. અને અપર મહા વિદેહે ને પ્રકાશિત કરે છે. તેમજ ઐરાવત ક્ષેત્ર સંબંધી સૂર્ય ભ્રમણ કરતા-કરતે ઈશાન કોણમાં પહોંચે છે. ત્યાં તે પૂર્વ વિદેહને પ્રકાશિત કરવા માંડે છે. ત્યારે તે પૂર્વવિદેહને પ્રકાશક આ સૂર્ય દક્ષિણ-પૂર્વ દિશાના કેણમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાએ ઉદય પામે છે અને અપરવિદેહને પ્રકાશક સૂર્ય છે, તે અપર ઉત્તરદિશાના કણમાં ઍરવતાદિ ક્ષેત્રની અપેક્ષાએ ઉદય પામે છે. અહીં ઈશાન વગેરે રૂપ જે દિવ્યવહાર છે તે મંદર પર્વતની અપેક્ષાએ છે, એવું જાણવું જોઈએ. નહીંતર ભરતાદિ લેકેના પોતપોતાના સૂર્યોદયની દિશામાં પૂર્વ દિફત્વ માન્યા પછી આયકોણના વ્યવહારને અભાવ માનવે પડશે. આ જાતના ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે-“દંતા! જોયમા !” હાં, ગૌતમ ! તે મને જે પ્રશ્ન કર્યો છે તેને જવાબ તે પ્રમાણે જ છે. એતાવતા સૂર્યની તિર્યગતિ કહેવામાં આવી છે. “રી રવી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૬૯