Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચન્દ્રાદિ પંચકના ભેદથી પાંચ ભેદ કહેવામાં આવ્યા છે. અયન બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જ્યારે માસ બાર જાતના કહેવામાં આવ્યા છે. ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું છે. હે ભદન્ત ! યુગસંવત્સરના ભેદથી જે પાંચ કહેવામાં આવ્યા છે તેમાંથી સૌથી પ્રથમ કયું સંવત્સર હોય છે? એજ પ્રમાણે એ અયનમાંથી સૌની પહેલાં કર્યું અયન હોય છે અને મહિનાઓમાં સહુ પ્રથમ ક માસ આવે છે? આ કારણથી જ આ સૂત્રને ચન્દ્રાદિ સંવત્સરની અપેક્ષાથી કહેવામાં આવેલ જાણવું જોઈએ કારણ કે પરિપૂર્ણ સૂર્ય વર્ષ પંચકરૂપ યુગમાં કોણ આદિવાળા છે અને કણ અન્તવાળા છે એવો પ્રશ્ન જ ઉદ્ભવતું નથી. યુગસંવત્સરના પ્રથમ ચન્દ્ર સંવત્સર દ્વિતીય ચન્દ્ર સંવત્સર અભિવદ્વિત સંવત્સર ચન્દ્રસંવત્સર અને અભિવદ્ધિત સંવત્સર એવા પાંચ ભેદ પ્રકટ કરવામાં આવી ગયા છે. દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી બે ભેદ અયનના અગાઉ કહેવાઈ ગયા છે. આ જ પ્રકારથી માસાદિકના ભેદના સમ્બન્ધમાં પણ સમજી લેવું ઘટે. 'किमाइया पक्खा, किमाइया अहोरता किमाइया मुहुत्ता किमाइया करणा किमाइया णक्खत्ता જુનત્તા’ શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ આ બંને પક્ષેમાંથી જે પક્ષ આદિવાળે છે? અહોરાત્રમાં કેણ આદિવાળું છે? મુહૂર્તોમાંથી કયું મુહૂર્ત આદિવાળું છે? ૧૧ કરણામાંથી કયું કરણ આદિવાળું છે? નક્ષત્રમાંથી કયું નક્ષત્ર આદિવાળું છે? એવી જ રીતે “તુઓમાં કઈ ઋતુ આદિવાળી છે?” એ પણ પ્રશ્ન કરવામાં આવેલો સમજે. સૂત્રમાં જે બહુવચનનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે દ્વિવચનના નિર્દેશમાં કરવામાં આવેલે જાણું જોઈએ કારણ કે અયન તે બે જ હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો મા ! ચંવારૂચા સંવછરા સમસ્ત સંવત્સરમાં સહુથી પ્રથમ સંવત્સર ચન્દ્ર સંવત્સર છે. યુગસંવત્સરના પાંચ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. આ પાંચ સંવત્સરાત્મકયુગની પ્રવૃત્તિ થવાથી સર્વપ્રથમ ચન્દ્ર સંવત્સરની જ પ્રવૃત્તિ થાય છે. અભિવદ્ધિત સંવત્સરની નહીં કારણ કે યુગમાં જ્યારે ૩૦ માસ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ અભિવદ્ધિત સંવત્સરની પ્રવૃત્તિ થાય છે.
શંકા-યુગની આદિમાં પ્રવર્તમાન હોવાથી ચન્દ્રસંવત્સરમાં અન્ય સંવત્સરોની અપેક્ષાએ આદિતા કહેવામાં આવી છે, તે યુગમાં આદિતા કઈ રીતે આવે છે?
ઉત્તર-યુગ પ્રવર્તમાન થવાથી જ કાલવિશેષ રૂપ જે સુષમ સુષમાદિ છે તેમની પ્રવૃત્તિ થાય છે અને યુગની સમાપિત થવાથી એમની સમાપ્તિ થઈ જાય છે જોકે સકળ
જ્યોતિશ્ચારિકનું મૂલ સૂર્ય દક્ષિણાયનની તરફ અને ચન્દ્રોત્તરાયણની તરફ યુગપવૃત્તિ યુગની આદિમાં જ થાય છે. ચન્દ્રાયણને અભિજિત્ વેગ પ્રથમ સમયમાં જ થાય છે પરતુ સૂર્યાયણને પુષ્યના ૬ ભાગના વ્યતીત થવાથી ૨૩ ભાગમાં થાય છે. આથી યુગની આદિતા સિદ્ધ થઈ જાય છે “વિંગારૂચા અચળા’ અયનેમાં સૌથી પ્રથમ અયન દક્ષિણાયન હોય છે. અયન બંને ૬-૬ માસના હોય છે જ્યારે યુગનો પ્રારમ્ભ થાય છે ત્યારે દક્ષિણાયન જ થાય છે. આ જે કથન છે તે સૂર્યાયનની અપેક્ષાથી છે એમ સમજવું જોઈએ કારણ કે ચન્દ્રાયણની અપેક્ષા ઉત્તરાયણમાં જ આદિતા કહેવામાં આવી છે. કારણ કે યુગના આરમ્ભમાં ચન્દ્રનું અયન ઉત્તર ભણું જ થાય છે. “T૩ણારૂયા ૩૩ પ્રાવૃત્ આદિ છ ઋતુઓ કહેવામાં આવી છે એમાં અષાઢ શ્રાવણ બે માસ રૂપે પ્રવૃત્ ઋતુ હેય જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૯૪