Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યમ, અગ્નિ પ્રજાપતિ, સેમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્પ, પિતૃ, ભગ અર્યમા સવિતા –ાષ્ટ્રા, વાયુ, ઈન્દ્રાગ્નિ, મિત્ર, ઇન્દ્ર, નૈત, આપ, અને વિધા આમાં પૂષા એ દેવ વિશેષ છે. સૂર્યપર્યાય રૂ૫ આ નથી રેવતી નક્ષત્ર જ પૂષાદેવતાવાળું છે એ વાત તે પ્રસિદ્ધ જ છે. અશ્વ એક દેવતા વિશેષ છે. બૃહસ્પતિ પણ દેવ વિશેષ છે. સોમચન્દ્ર નામ દેવ વિશેષનું નામ છે અદિતી પણ એક દેવ વિશેષ છે. ત્વષ્ટાવાષ્ટ્ર દેવવિશેવનું નામ છે. આના નિમિત્તથી ચિત્રા નક્ષત્રને ત્યાષ્ટ્રી કહેવામાં આવ્યું છે. આથી જ ઇન્દ્ર અને અગ્નિને અહીં તેના બે સ્વામી રૂપથી કહેવામાં આવેલા છે. નૈઋત એ રાક્ષસ વિશેષ છે. “આપીથી જળદેવતા કહ્યા છે આ કારણે જ પૂર્વાષાઢા નક્ષત્રને તેય એવા નામથી અભિહિત કરવામાં આવેલ છે. જેમકે-ઉપર પ્રકટ કરવામાં આવ્યું કે અભિજિત નક્ષત્રના દેવતા બ્રહ્મા છે શ્રવણ નક્ષત્રના દેવતા વિષ્ણુ છે એવી જ રીતે યથાસંખ્ય રૂપથી દેવતા અને નક્ષત્રના સ્વ સ્વામી સમ્બન્ધ લગાવી દેવું જોઈએ. “ર્વ પર્વતાળ થા રિલાવી નેચવા વાવ વત્તાસાઢા ઉ ટેવથા ઉન્નત્તા” અતિમ નક્ષત્ર ઉત્તરાષાઢા છે તે આ દેવતા પરિપાટી ત્યાં સુધી જ ક્રમશઃ ચાલતી રહેશે. આ પ્રમાણે ત્યાં અન્તમાં જ્યારે એવો પ્રશ્ન થશે કે ઉતરાષાઢા નક્ષત્રના સ્વામી કયા દેવતા છે? તે ત્યાં એ જવાબ આપ જોઈએ કે-હે ગૌતમ ! ઉતરાષાઢા નક્ષત્રના સ્વામી વિવે દેવતા છે.
- હવે કયા નક્ષત્રમાં કેટલા તારા છે એ પ્રકટ કરવામાં આવે છે. આમાં એજ પ્રશ્ન ગૌતમસ્વામીએ કર્યો છે-“ggfg મરે! કદ્રવીણા બજા બમિક જરૂa ડુ તારે કુત્તે હે ભદન્ત ! આ પ્રદર્શિત ૨૮ નક્ષત્રમાં જે અભિજિત નક્ષત્ર છે તે કેટલા તારાવાળું છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! સિતારે ઘom” હે ગૌતમ ! અભિજિત્ નક્ષત્ર ત્રણ તારાવાળું છે. અત્રે તિષ્કના સમ્બન્ધનું પ્રકરણ ચાલી રહ્યું છે આથી તારા શબ્દથી અહીં તિષ્કન ભેદની ગણનામાં જે પાંચમા ભેટ રૂપે તારા રૂપ છે તે અહીં ગૃહીત થયાં નથી પરંતુ તિક વિમાનેનું જ ગ્રહણ થયું છે, કારણ કે વિભિન્ન જાતીય તારાઓના બે ત્રણ આદિ વિમાનેથી યુક્ત એક નક્ષત્ર છે એ વ્યવહાર સમ્યક્ થતો નથી, અન્ય જાતીયના વિમાન સમુદાયમાં અન્ય જાતીય સમુદાથી થશે નહીં કારણ કે આ પ્રમાણે થવામાં વિરોધાભાસ થાય છે. નક્ષત્રના વિમાન મહાકાય હોય છે જ્યારે તારાઓને વિમાન નાના કદના હોય છે તથા જમ્બુદ્વીપ નામના સર્વ મધ્ય વર્તિ દ્વીપમાં એક ચન્દ્રના તારાની જે ૬૬૯૭૫ની સંખ્યા કહેવામાં આવી છે તે પણ અતિશક્તિ ભરેલી છે કારણ કે નક્ષત્રની સંખ્યા જ મૂળમાં ૨૮ જ છે તેથી આવી માન્યતામાં તેને ભંગ થઈ શકે છે. આ તારા વિમાનના સ્વામી કેણ છે? આ આશંકામાં એ પ્રકટ કરવામાં આવે છે કે જેમ કે ધનાધિપતિ-ધનાઢય બે ઘરને અથવા ત્રણ ઘરને સ્વામી હોય છે. એવી જ રીતે અભિજિતુ આદિ નક્ષત્ર જ એમના સ્વામી હોય છે. “gવં નેચરવા કરણ શરૂચનો તારો અભિજિતુ નક્ષત્રમાં પ્રતિપાદિત પદ્ધતિના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૦૨