Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રવણ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હેય છે ત્યારે તેની પછી આવતી અમાવાસ્યા મઘા નક્ષત્રથી યુક્ત હોય છે. જ્યારે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા શ્રવણનક્ષત્રથી યુક્ત હોય છે વગેરે બધાં પ્રશ્નોની જેમ જ અહીં જવાબ તરીકે કહેવા જોઈએ કારણ કે પ્રશ્નની સ્વીકૃતિ જ તેમના જવાબ રૂપ હોય છે. આને ભાવ આ પ્રમાણે છે–અહીં વ્યવહારનયના મતાનુસાર જે નક્ષત્રમાં પૂર્ણિમા હોય છે ત્યારે અક્તની અમાવાસ્યા મઘાનક્ષત્રથી યુક્ત હોય છે કારણ કે શ્રવિઠા નક્ષત્રથી લઈને મઘાનક્ષત્ર ચૌદમું નક્ષત્ર છે. આ બધું શ્રાવણ માસને કેન્દ્રમાં રાખીને કહેવામાં આવ્યાનું માનવું જોઈએ અને જ્યારે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્યા અમાવાસ્યા શ્રવણનક્ષત્રથી યુક્ત હોય છે કારણ કે મઘા નક્ષત્રથી લઈને શ્રવિઠા નક્ષત્ર પંદરમું નક્ષત્ર છે એ વિધાન માઘ માસને લઈને કરવામાં આવ્યું છે તેમ જાણવું. જોઈએ. “જય મંતે ! વોટ્રવટું પુfoળમાં મવડું તથા જુની બનાવાતા મવ' હે ભદન્ત ! જે કાળે પ્રૌઠપદી-ઉત્તરભાદ્રપદ નક્ષત્રથી યુક્ત પૌમાસી હોય છે તે સમયે પાશ્ચાત્યા અમાવાસ્યા ઉત્તરફાળુની નક્ષત્રથી યુક્ત હોય છે શું? કારણ કે ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી લઈને ઉત્તરફાગુની નક્ષત્ર પંદરમું નક્ષત્ર છે. આ ભાદ્રપદની અપેક્ષાએ જાણવું જોઈએ. અને જ્યારે ફાગુની પૂર્ણિમા ઉત્તરફશુની નક્ષત્રથી યુક્ત પૌમાસી હોય છે ત્યારે અમાવાસ્યા પ્રૌષ્ઠપદી ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી યુક્ત હોય છે શું? આના જવાબમાં પ્રભુ કહે છે-“હંતા, શોચમા નં ૨૪' હા, ગૌતમ! આ પ્રમાણે જ થાય છે–અર્થાત્ તમારે જે પ્રશ્ન છે તેને જવાબ પણ તે જ છે. આ રીતે જે કાળમાં ઉત્તરભાદ્રપદ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરફાળુની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉત્તરફાગુની નક્ષત્રથી યુક્ત પૌર્ણમાસી હોય છે ત્યારે અમાવાસ્યા પ્રૌપદી-ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી યુક્ત હોય છે કારણ કે ઉત્તરફાગુની નક્ષત્રથી લઈને ઉત્તરભાદ્રપદા નક્ષત્ર ચૌદમું નક્ષત્ર છે. હવે લાઘવાર્થ અતિદેશનું કથન કરતા થકા સૂત્રકાર કહે છે-“gā guoi માાં માગો Toણમાળો અમાવાસાનો વારો આજ પૂર્વોક્ત કથન પદ્ધતિ અનુસાર આ વયમાણ પૂર્ણિમાઓને અને અમાવસ્યાઓને પણ જાણી લેવી જોઈએ. તે આ પ્રમાણે છે-“પ્રસિળી કુળના રેરી અમાવાણા” અશ્વિની પૂર્ણિમા, ચેત્રી અમાવસ્યા “#ત્તિથી પુછામાં વર્ણાહી કમાવાના કાર્તિકી પૂર્ણિમા, વૈશાખી અમાવાસ્યા “
મરિ પુfoળમાં મૂકી અમાવાના માર્ગશીષી પૂર્ણિમા જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યા, “જોતીપુfoણમાં માનાઢી અમાવાસ પૌષી પૂર્ણિમા અને અષાઢી અમાવસ્યા ભાવ આ પ્રમાણે છે–અહીં અભિલાષ પ્રકાર આવે છે-જ્યારે અશ્વિની નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હેય છે ત્યારે પાશ્ચાત્ય અમાવસ્યા ચિત્રા નક્ષત્રથી યુક્ત હોય છે કારણ કે અશ્વિની નક્ષત્રથી લઈને ચિત્રા નક્ષત્ર પંદર મુ નક્ષત્ર છે. આ વ્યહારનયની અપેક્ષા કથન છે. નિશ્ચયનયની અપેક્ષા તો એક પણ અશ્વયુગ માસ ભાવિની અમાવસ્યામાં ચિત્રા નક્ષત્ર સંભવિત હોય છે અને જ્યારે ચિત્રા નક્ષત્રથી યુક્ત પર્ણમાસી હોય છે ત્યારે પાશ્ચાત્ય અમાવસ્યા અશ્વિની નક્ષત્રથી યુક્ત હોય છે આ કથન પણ વ્યવહારથી છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૨૫