Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 9
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મૃગાવતી દેવીને આમ કહ્યું - જેમ શતક-૯-માં ઋષભદત્તના વર્ણનમાં કહ્યા મુજબ યાવત્ કલ્યાણકારી થશે. ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતિ શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાર્યા, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - ઓ દેવાનુપ્રિયો ! જલદી જેમાં વેગવાના ઘોડા જોડેલ હોય તેવો યાવતુ ધાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવતુ તેઓ ઉપસ્થિત કરે છે, યાવતુ તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવતું શરીરે અલંકૃત થઈને, ઘણી કુન્જા દાસી સાથે યાવત્ અંતઃપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ યાન પાસે આવીને યાવત્ તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે નીકળે છે, યાવત જેમ ઋષભદત્તામાં કહ્યું તેમ યાવત્ ધાર્મિક યાનથી નીચે ઊતરી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, ઘણી કુન્જા દાસી સાથે જેમ દેવાનંદામાં કહ્યું તેમ યાવત્ વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને યાવત્ ભગવંતને પર્યુપાસે છે. ત્યારે ભગવંત મહાવીર, રાજા ઉદાયન, રાણી મૃગાવતી, જયંતિ શ્રાવિકા અને તે મોટી પર્ષદાને યાવત્ ધર્મ કહે છે, પર્ષદા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતી દેવી પણ પાછી ફરી. પ૩૬. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી-નમીને આમ કહે છે - ભગવદ્ ! જીવો કયા કારણે જલદી ગુરુત્વને(ભારેપણાને) પામે? હે જયંતિ ! પ્રાણાતિપાતથી યાવત્ મિથ્યા દર્શન શલ્યથી, એ રીતે જીવો ગુરુત્વને જલદી પામે, પ્રથમ શતક મુજબ યાવત્ કર્મસ્થિતિ વધારે છે અને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે અને પ્રાણાતિપાત આદિના ત્યાગથી કર્મસ્થિતિ ઘટાડે છે અને સંસારનો પાર પામે છે. ભગવદ્ ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પારિણામિક ? હે જયંતિ! સ્વાભાવિક છે, પરિણામિક નથી. ભગવન્! ભવસિદ્ધિક બધા જીવો શું સિદ્ધ થશે ? હા, જયંતિ ! થશે. ભગવન્! જ્યારે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! કયા કારણથી એમ કહો છો કે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ત્યારે ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં? હે જયંતિ ! જે રીતે કોઈ સર્વાકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક-એક પરમાણુ પુદ્ગલ ખંડ કાઢતા-કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે હે જયંતિ ! બધા ભવ્યો સિદ્ધ થશે, લોક ભવિજીવ રહિત થશે, ઇત્યાદિ. ભગવન્! જીવો સૂતા સારા કે જાગતા સારા ? હે જયંતિ! કેટલાક જીવો સૂતા સારા, કેટલાક જીવો જાગતા સારા. ભગવદ્ ! એમ કેમ કહો છો ? હે જયંતિ! જે આ જીવો અધાર્મિક, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધર્મપ્રલોકી, અધર્મમાં આસક્ત, અધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સૂતા રહેવું સારું છે, આવા જીવો સૂતા રહીને, ઘણા પ્રાણ-ભૂત-જીવ-સત્વોને દુઃખ, શોક યાવત્ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતા નથી. આવા જીવો સૂતા રહીને પોતાને, પરને, તદુભયને ઘણા અધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સૂતા રહેવું સારું. હે જયંતિ ! જે આ જીવો ધાર્મિક, ધર્માનુગ યાવત્ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, આ જીવોનું જાગવુ સારું. આવા જીવો જાગતા રહીને ઘણા પ્રાણો યાવત્ સત્ત્વોને દુઃખ ન આપીને યાવત્ પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો જાગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણા ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ જાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે હે જયંતિ! એવું કહેલ કે કેટલાક જીવો. ઉઘતા સારા અને કેટલાક જીવો જાગતા સારા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 9Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 240