Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ હમ પ્રા'' ઐતિહાસિક પૂર્વજોની ગૌરવ ગાથા. મેરુ અને મણકા. માળા યાને નવકારવાલીમાં મણકા હોય છે અને ગણવાની પૂર્ણતા મેર યાને મેરુ આવતાં થાય છે. આ માળા શબ્દશ: તેવા પ્રકારની નથી, છતાં આપવામાં આવેલ ઉપમા સાવ અસ્થાને પણ નથી જ. ભગવંત મહાવીરદેવે શ્રમણ અને શ્રાદ્ધરૂપે બે પ્રકારે ધર્મની સ્થાપના કરી છે. જૈનધર્મ યાને વીતરાગનો સ્વાદુવાદમાર્ગ આત્મશ્રેય ઉપર જ ભાર મૂકે છે છતાં પગલિક સુખ કિવા સંસારી આનંદ-પ્રમોદને સાવ ઇંદ્રજાળરૂપે નથી કહેતો. કર્મની સત્તા માનનાર એ ધર્મ, આત્માઓની અવનતિ-ઉન્નતિ અથવા તે અસ્તેય નજર સામે ભજવાતો નિરખી, એવા સુંદર માર્ગનું નિરૂપણ કરે છે કે જેથી સર્વ પ્રકારના છો એનું પાલન કરી શકે અને સાથોસાથ સ્વઉન્નતિના પથ પર કૂચ લંબાવી શકે. આજના વિજ્ઞાન સાથે પણ આ જાતની ગોઠવણને સુમેળ સધાય છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154