________________
૧૩
અધ્યાત્મ પંથની યાત્રા
સુંદર સ્વાદિષ્ટ ભોજન, કીંમતી વસ્ત્રો, નયનરમ્ય આવાસ, શારીરિક સેવા, નમસ્કાર-આદર-પ્રણામ-સત્કાર વગેરે બાહ્ય સુખાકારીનાં સાધનો તે મુમુક્ષુની તહેનાતમાં હાજર કરી દે છે. વળી મુમુક્ષુને પોતાથી વિશેષ ગુણવાન અને જ્ઞાનવાન કોઈ બીજું આજુબાજુમાં દેખાતું ન હોવાથી તેને પણ પોતામાં મહત્તાનો આભાસ ઉત્પન્ન થઈ જાય છે. આમ વિશિષ્ટ પુણ્યના ઉદયથી સંપ્રાપ્ત થયેલી સામગ્રીના ગ્રહણમાં રોકાઈ જવાથી તેની વૃત્તિ પુણ્ય-પાપના ફળરહિત એવા નિજસ્વરૂપની સાધનામાં કાં તો પ્રવૃત્ત જ થતી નથી અથવા એટલી મંદપણે પ્રવૃત્ત થાય છે કે જેથી થોડા વખતમાં તે નિષ્ક્રિય થઈ સ્વયં સમાપ્તિને પામે છે. આવા બન્નેમાથી કોઈ પણ પ્રકારમાં રોકાઈ ગઈ છે જીવનચર્યા જેની, તે મુમુક્ષુ, તથારૂપ યોગ્યતાને ન પહોંચવાને લીધે, સાક્ષાત્ મોક્ષમાર્ગપ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આ પ્રમાણે, માર્ગપ્રાપ્તિને રોકનાર પ્રથમ કારણનું વ્યાખ્યાન પૂરું થયું.
મોક્ષમાર્ગપ્રાપ્તિને રોકનારું દ્વિતીય કારણ જે પરમ વિનયની ઓછાઈ, તે હવે જણાવે છે. જગતના સર્વ અજ્ઞાની જીવોમાં જોકે અહંત્વ-મમત્વનો મોટો દોષ જોવામાં આવે છે, તોપણ મનુષ્યના અવતા૨માં અને વળી આ કળિયુગના મનુષ્યોમાં તો અભિમાન, સ્વાભિમાન, અહંકાર (કે સ્વમાન ! Self-respect ! )આદિના બહાના હેઠળ અનેક નામોથી ઓળખાતા માનના અંશો દૃષ્ટિગોચર થાય છે.
વર્તમાન પર્યાયમાં (એટલે કે દેહમાં) અને વર્તમાન સંયોગોમાં પોતાપણાની ભ્રાંતિ ઊપજી છે તેવા મનુષ્યોમાં અનેક પ્રકારનાં મિથ્યાભિમાન હોય છે. હું શેઠ છું, શાહુકાર છું, મોટો હિસાબનીસ છું, પ્રધાન છું, લાગવગવાળો છું, સંઘપતિ છું, રાજ્યસત્તાવાળો છું, ઈજનેર છું, નાગર બ્રાહ્મણ, સિસોદિયો રજપૂત કે દશા શ્રીમાળી છું, અમીરવર્ગનો છું, બુદ્ધિજીવી (Cream of society, intellectual) છું, આવા આવા, અનેક પ્રકારનાં અભિમાન વર્તમાન સમાજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org