________________
અધ્યાત્મ પંથની યાત્રા ચોથું પદ : “આત્મા ભોક્તા છે”. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે.
વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અનિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
ચોથું પદઃ હવે આગળ “આત્મા ભોક્તા છે એવું ચોથું પદ પ્રતિપાદિત કરે છે. પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવતાં શ્રીગુરુ કહે છે કે જે જે કોઈ ક્રિયા આપણે કરીએ છીએ તે તે ક્રિયાનું ફળ પણ આપણા અનુભવમાં આવે છે, કારણ કે તે ક્રિયા સાથે જ તે ક્રિયાના ભોક્તાપણાનો. સંબંધ અભિવ્યક્ત થતો જોવામાં આવે છે. ખાવાથી ભૂખની વેદના અને પાણીથી તૃષાની વેદના દૂર થાય તેવો આપણને સૌને અનુભવ છે. અહીં વિશેષ સ્પષ્ટીકરણ અને અનુભવની વિવિધતા દર્શાવવા અનેક દૃષ્ટાંતો આપવામાં આવે છે કે ઝેર ખાવાથી ઝેર ચડે છે, સાકર ખાવાથી ગળપણનો (ગળ્યા-મીઠા રસનો) અનુભવ થાય છે. અગ્નિને અડકવાથી ચામડી દાઝે છે અને ફોલ્લા પણ ઊઠે છે અને બળતરા વેચવામાં આવે છે. બરફને અડકવાથી ખૂબ જ શીત (ઠંડક)નો અનુભવ થાય છે (બહુ ઠંડક હોય તો ચામડી તતડી જાય છે, જેને Frost-bite કહે છે.)
ઉપર દર્શાવવામાં આવી તે વિવિધ વેદનાઓનો અનુભવ કરનાર આત્મા પોતે જ છે, કારણ કે આવો અનુભવ જડ પદાર્થને થઈ શક્તો નથી. ઉપર કહ્યા તેવા શીત-ઉષ્ણ આદિ ભાવોનું વેદન જેવી રીતે આત્મા કરે છે તે જ રીતે બીજા પણ જે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરાદિ કષાયો (વિભાવભાવો)નું તથા ક્ષમા, વિનય, સંતોષ, મૈત્રી આદિ વિશુદ્ધ આત્મિક ભાવોનું પણ આત્મા પોતે જ વેદન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org