________________
ઉ૩
અધ્યાત્મ પંથની યાત્રા
તથાપિ કોઈ પ્રારબ્ધવશાતુ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે.
અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે;
વળી આ કળિયુગમાં અલ્પ આયુષ્ય અને અલ્પ બળ છે તેથી જ્ઞાનીએ પણ ત્વરિત ગતિથી નિરાબાધ આત્મસ્થિરતાની સિદ્ધિ થાય તે માટે, આત્મલક્ષે અને સદ્દગુરુ આજ્ઞાએ સત્સાધનોને અંગીકાર કરવારૂપ રત્નત્રયની પ્રાપ્તિનો પુરુષાર્થ સતતપણે કરવો યોગ્ય છે. અહીં તો તેવા મહાપુરુષને પણ કહે છે કે તે સમ્યગુદૃષ્ટિ ! અપ્રમત્ત સમાધિના આનંદની ખરેખર અભિલાષા હોય તો હળવી હળવી ક્રમિક નિવૃત્તિ નહીં લેતા, આક્રમક થઈ મોટાં મોટાં કર્મોના જથ્થાને જલાવી દેવા માટે શાંત, શાંત અતિશાંત થાઓ. બાહ્યમાં જેમનો આશ્રય લીધા વિના વિધવિધ પાપભાવો ઊપજી શક્તાં નથી તેવા સાંસારિક સ્ત્રી, પુત્ર, મિત્ર, મોટર, બંગલા, સોનું, ચાંદી, ઝવેરાત, શેરો, ફિકસ્ડ ડિપોઝિટો, રાચરચીલું આદિ જગતના સમસ્ત પદાર્થોથી બળપૂર્વક હટી જાઓ. વળી, અંતરમાં રિદ્ધિ-સિદ્ધિ આદિની તથા સ્વર્ગલોકની ઈચ્છાઓ, પ્રબળ એવી લોકેષણા કે સમાજના અમુક વર્ગના કલ્યાણની ભાવનાના બહાના હેઠળ પોષાઈ રહેલા સૂક્ષ્મ માન-લોભના ભાવોના સંચારને સમૂળ ઉખાડીને ફેંકી દો. જો આમ કરશો તો જ જીવનની અભીષ્ટ ભાવનાની સિદ્ધિ કરી શકશો. સાંભળો આ શ્રીગુરુઓનાં વચનો :- .
“ઈસ વિધ વિચાર વિવિધ વિકલ્પોંકો તજને નિજ ભજતે હૈ, રાગભાવકા મૂલ પરિગ્રહ મુનિવર જિસકો તજાતે હૈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org