________________
અધ્યાત્મ પંથની યાત્રા
વિભાવભાવો છે’ એવી ભિન્નતાનો ભાવ જેને ભાસે છે, તે વિભાવભાવો ઉપર સતત ચોકીપહેરો રાખે છે. ક્રમે કરીને પોતાનું અભ્યાસબળ વધારીને સર્વ સ્વ-શક્તિથી જે તેમનો પરિહાર કરે છે તે જ સાચો ભેદજ્ઞાની મહાત્મા છે, બાકી બીજાથી તો મોક્ષ દૂર જ છે. ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા આવા વિભાવભાવોના અપરિચયની જ્ઞાની પુરુષોએ વારંવાર આજ્ઞા કરી છે :
“જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે.”૧
આત્મત્વને (આત્મજ્ઞાનાદિ ઐશ્વર્યને) પામવાનો યોગ, જો કોઈ પણ રીતે આ માનવભવમાં પ્રાપ્ત થઈ જાય તો આ ભવનું મૂલ્ય અપરિમિત છે. મતલબ કે મહાપુણ્યયોગે પ્રાપ્ત થયેલા આ માનવજીવનને સફળ કરવા માટે, કોઈપણ ન્યાયે, સાધકજીવે વારંવાર પુરુષાર્થ કરીને સત્સંગ, સવિચા૨ અને સદાચારને સેવવા જોઈએ. તેના પરિણામે આ જીવને અનાદિના અવિઘાના સંસ્કારોનો કાસ થઈ, ક્રમશઃ નિર્મળ આત્મજ્ઞાનને ધારણ કરવાની પાત્રતા પ્રગટે. આવો પાત્ર જીવ તત્ત્વવિચારની શ્રેણીએ ચઢીને અંતરસંશોધન કરે ત્યારે તેનામાં આત્મજ્ઞાન આવિર્ભાવ પામે. આ મનુષ્યભવ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો સુવર્ણ અવસર છે કારણ કે જે બહિરંગ-અંતરંગ સામગ્રીની તેને માટે આવશ્યકતા છે તે સર્વની મનુષ્યભવમાં જેટલી સુપ્રાપ્તિ છે તેટલી અન્ય ભવમાં સામાન્યપણે નથી. જોકે સિદ્ધાંતમાં, ચારે ગતિઓને વિષે તેની ઉત્પત્તિ સંભવિત ગણી છે તોપણ વિવેકી પુરુષ અવશ્ય એવો નિર્ણય કરે છે કે વર્તમાનમાં પ્રાપ્ત આ સોનેરી તકનો લાભ લઈ લેવો એ જ મારે માટે ઈષ્ટ છે. આનાથી પણ આગળ જઈ શ્રીગુરુ કહે છે કે હે ભવ્ય જીવો ! વર્તમાનમાં પ્રાપ્ત મનુષ્યભવ, આર્યક્ષેત્ર, સર્વજ્ઞની વાણી અને સત્સંગનો યોગ અતિ અતિ દુર્લભ છે એમ જાણીને તમે પ્રતિજ્ઞા કરો કે જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ પ્રગટે ત્યાં સુધી કષાયની
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૫૫૧.
૮૫
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org