Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 114
________________ અધ્યાત્મ પંથની યાત્રા આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, ભાવ. ‘ત્યાગ” શબ્દનો અર્થ નિષેધાત્મક રીતે આગળ કહેશે, વિધેયાત્મક દષ્ટિથી વિચારતાં આત્માના મુખ્ય દસ ધર્મોમાં રહેલા ત્યાગધર્મનું સ્વશક્તિ પ્રમાણે પ્રગટ થયું છે. આત્મા જ્યારે પરદ્રવ્યોનો આશ્રય કરવાનું છોડી દે છે અને પોતાનાં ગુણદ્રવ્યોમાં જ ટકે છે ત્યારે તેને પરમાર્થધર્મની પ્રાપ્તિ થાય છે. “આ હું છું,” “આ છું,' એવી જગતના પદાર્થોમાં અહંબુદ્ધિની ભાવના તે જ અજ્ઞાન છે અને હું આ જ્ઞાનદર્શનસ્વરૂપ,” “હું આ જ્ઞાતા-દ્રષ્ટા” એવી દૃષ્ટિ અને એવું સંચેતનસંવેદન, એવી આત્મઉપયોગની જાગૃતિ, તે સાચું જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન વર્ધમાન થાય છે તેમ તેમ સ્વસ્વરૂપનો પરિચય વધતો જાય છે અને પરવસ્તુનો પરિચય ઘટતો જાય છે. ઘનિષ્ટપણે જ્યાં સ્વસ્વરૂપનો પરિચય થાય ત્યાં સમાધિદશા હોય છે, કારણ કે સર્વશક્તિથી, બુદ્ધિપૂર્વક જ્યારે સ્વરૂપનો પરિચય કરે ત્યારે નિર્વિકલ્પઆત્માનુભૂતિના આનંદની દશા પ્રગટે છે. આ દશા મુખ્યપણે મુનિપણાની છે, જ્યાં અપ્રમત્ત પુરુષાર્થની મુખ્યતા છે, ક્વચિત્ પ્રમાદના ધક્કાથી પાછી પ્રમત્ત દશા પણ આવી જાય છે. જ્યાં સુધી જીવ લોકપ્રતિબંધ, સ્વજનપ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ કે સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધોમાં રોકાઈ જાય ત્યાં સુધી તેને નિર્મળ + (૪) રમક્ષમાભાવાર્નવશરસંધમત્તપસ્યા વિવચઢાવળિ ઘર્ષ -તત્વાર્થસૂત્ર, લાક. (૪) = શર્મા = પ્રજ્ઞા ન ઘન ત્યજોને અમૃતત્તત્ત્વમાના કેવલ્ય ઉપનિષદ. (કર્મોથી નહિ, પ્રજાથી નહિ, ધનથી નહિ, એક માત્ર ત્યાગથી જ અમરત્વની પ્રાપ્તિ થાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121