________________
૯૩
અધ્યાત્મ પંથની યાત્રા
તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.
- અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. એવો સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં શ્રીગુરુ કહે છે કે અનુકૂળ પદાર્થો પ્રત્યે ઈષ્ટ બુદ્ધિરૂપી જે રાગના ભાવો અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે અનિષ્ટબુદ્ધિરૂપ જે દ્રષના ભાવો તે પૂર્ણજ્ઞાનીને હોઈ શકે નહીં. અધ્યાત્મપરિભાષાથી નિર્વિકલ્પ પરમ સમાધિના બળ વડે અને સિદ્ધાંત પરિભાષાથી સામાયિક આદિ વિશિષ્ટ ચારિત્રની વિશુદ્ધિની પરંપરાથી યથાખ્યાત ચારિત્ર પ્રગટ થતાં તેના ફળરૂપે કેવળજ્ઞાનાદિ ઊપજે છે. ત્યાં આત્મામાં રાગાદિનો અનંતાંશ પણ રહેતો નથી અને એ દશાને જ સંપૂર્ણ જીવન્મુક્તિ કહી શકાય છે એવો અમારો નિર્ધાર છે.
જ્યાં વધતી ઓછી કક્ષાના પણ રાગાદિ અંશો વિદ્યમાન છે ત્યાં પોતાને સર્વથા જીવન્મુક્ત માનવારૂપી ભૂલ કરનારા જીવો મહાન દોષને પાત્ર થઈને જ્ઞાની પુરુષના માર્ગથી વિરુદ્ધ વર્તનારા છે એમ જાણીએ છીએ. જે સાચા જ્ઞાની અને સમ્યગુષ્ટિ મહાત્મા છે તે તો આત્મામાંથી સર્વ પ્રકારના સ્થળ અને સૂક્ષ્મ રાગાંશોને હેયપણે શ્રદ્ધીને તેના ઉન્મેલનમાં પોતાના જીવનનો વધુમાં વધુ પુરુષાર્થ લગાડે છે અને ક્વચિત્ કદાચિતું તેમાં સફળતા ન મળે તો પણ વારંવાર પૂર્વે થયેલા મહાપુરુષના ચારિત્રાદિનું અવલંબન લઈ પોતાના આત્મામાં પુરુષાર્થ ઊપજાવી, અપ્રમત્તપણે શુદ્ધાત્મદશાને પ્રગટ કરવા કમર કસે છે, કારણ કે તેવી સંપૂર્ણ વીતરાગદશા પ્રગટ કરવી તે જ જ્ઞાનીમુમુક્ષુનું અંતિમ ધ્યેય છે. - હવે, જ્ઞાન અને ત્યાગનું સહચારીપણું દર્શાવે છે. અહીં, જ્ઞાન એટલે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તારૂપે પરિણમેલો આત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org