Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 118
________________ અધ્યાત્મ પંથની યાત્રા માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે. - પ્રસંગથી કેટલાંક અરપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. આવે છે. તેવા વિચારભાવોને ભાષાનું રૂપ આપી અમારા આત્મામાં રહેલ તત્ત્વવિષયક જ્ઞાનને વ્યવસ્થિત કરી અવતરિત કર્યું છે જેથી સ્વપરને વિચારબળની વૃદ્ધિનો હેતુ થાય. વિચારદશા અને વૈરાગ્યની વૃદ્ધિ કલ્યાણનો હેતુ છે કારણ કે તે બન્નેનો વિકાસ થતાં જ કર્મઈંધનને ભસ્મ કરનારો શુદ્ધ-ધ્યાનરૂપી અગ્નિ પ્રગટીને જીવને પરમસમાધિભાવનો લાભ કરાવી આપે છે. જીવ એટલે આત્મા.' આકાશનો તે નાનામાં નાનો અંશ, જેને અવિભાગી એક પુદ્ગલપરમાણું રોકે, તેને પ્રદેશ કહે છે. તે એક પ્રદેશમાં અનેક પરમાણુઓને સમાવવાનું સામર્થ્ય હોય છે. પર્યાય એટલે અવસ્થા. વસ્તુમાં જે નવી નવી દશા ઊપજ્યા કરે તેને પર્યાય કહે છે; જેમ કે વીંટી, હાર, એરિંગ, બંગડી વગેરે સોનાની પર્યાયો છે. દરેક વસ્તુ બદલાઈને ટકે છે, તેને સત્ કહેવામાં આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ત્રિપદી અનેકાંત-સિદ્ધાંતનું હાર્દ છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત વિષે સંક્ષિપ્તમાં એમ જાણવું કે પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા જે જાણી શકાય તે તો સંખ્યાત છે. એકદેશપ્રત્યક્ષ એવું જે અવધિજ્ઞાન તેના વડે જે જાણી શકાય તે તો અસંખ્ય છે અને જે માત્ર કેવળજ્ઞાન (પૂર્ણજ્ઞાન) દ્વારા જાણી શકાય તે અનંત છે. જુઓ છ પદ પત્રના વિવરણમાં પ્રથમ પદ “આત્મા છે'. વ્યયવ્યયુમ્ સત્ I શ્રી તત્ત્વાર્થસૂત્ર, ૫/૩૦. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121