Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 116
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૯ એમ છે, તો પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. - નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; આત્મસ્વભાવના અંગરૂપ જે ઉત્તમ ત્યાગધર્મ તે કાંઈ બાહ્યત્યાગને સિદ્ધ કરવા માટે નથી (તે તો જીવનના સહજસ્વભાવરૂપ જ્ઞાનાનંદને પ્રાપ્ત કરવા માટે છે) તો પણ તેવા ઉત્તમ ધર્મરૂપ જે અંતર્યાગ તેની સિદ્ધિ થવા માટે બાહ્ય પ્રસંગો અને પદાર્થોના ત્યાગને ઉપકારી માનીને સાધના-પદ્ધતિમાં યથાપદવી સહર્ષ સ્વીકરવો હિતકારી છે એવો પારમેશ્વરી અનેકાંતવિદ્યામાં શ્રીગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે. યથા: “ગૃહ રાજ્ય પુત્ર કલત્ર મિત્રો ભ્રાત માત પિતા ભલા, આહાર, વાહન, વસ્ત્રાભૂષણ રત્ન પુરજ નિજ મળ્યાં. ઈન્દ્રિય સુખ ક્રોધાદિ ભાવો વચન તન મનથી ત્રિધા, તે સર્વ ચિદ્રુપ પ્રાપ્તિ માટે પ્રાણ ત્યાગે સર્વથા." “નક્કી જશે મુજને તજી સી સંગ જડ ચેતન કદા, કે સર્વે તજી મારે જવું ત્યાં પ્રીતિ મુજ શી દુઃખદા? જે જ્ઞાન પુસ્તકથી થતું પરદ્રવ્યનું તે ત્યાજ્ય જ્યાં, તો ત્યાજ્ય શું પરદ્રવ્ય નહિ, તત્ત્વાવલંબી હું થતાં.” ......“મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પર-અધ્યાસ થવાયોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય છે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. ૨. શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી-૧૫/૧૨-૧૩ (રા.છ.દેસાઈ ગુજરાતી પદ્યાનુવાદ.) શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૫/૧ (રા.છ.દેસાઈક્ત ગુજરાતી પદ્યાનુવાદ) શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૫૦ ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121