Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 115
________________ ૫ અધ્યાત્મ પંથની યાત્રા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શક્તી નથી. માટે જ્યાં આ બધાય પ્રતિબંધોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કરવામાં આવે છે, ત્યાં જ્ઞાન અત્યંત નિર્મળપણે પરિણમે છે એમ શ્રીતીર્થંકર ભગવાને સ્વીકાર્યું છે. પોતાની માન્યતા-અભિપ્રાય, પોતાનો લક્ષ અને પોતાની પ્રવૃત્તિ આ ત્રણેયમાં પ૨વસ્તુને પ૨વસ્તુ તરીકે જ સ્વીકારવામાં આવે અને સ્વ-વસ્તુને જ સ્વ-વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે ત્યારે ઉત્તમ-ત્યાગ નામનો આત્માનો મહાન ધર્મ પ્રગટે છે. આવો મહાન આત્મા સર્વોત્તમ ત્યાગી છે. તેથી નીચેની કક્ષામાં, પોતપોતાની યોગ્યતા પ્રમાણે બુદ્ધિપૂર્વક ૫૨વસ્તુઓનો જેટલો આત્મભાનપૂર્વક અપરિચય કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે સાધક પણ ત્યાગી છે. મોક્ષમાર્ગ પ્રત્યે ચાલી રહેલા મુમુક્ષુએ કે મોક્ષમાર્ગમાં આગળ વધી રહેલા જ્ઞાનીએ ત્યાગ બાબતે કઈ રીતે આગળ વધવું તે વિષે શ્રીગુરુ માર્ગદર્શન અને સૂચના આપે છે. જે સાધકો પ૨વસ્તુમાં આત્મબુદ્ધિ થઈ જવા રૂપ મહાન દોષથી બચવા માંગતા હોય તેમણે માત્ર સામાન્ય રીતે જ નહિ પણ પ્રતિજ્ઞાપૂર્વક પરદ્રવ્યોનો ત્યાગ કરવો આવશ્યક છે. બાહ્ય પદાર્થોના ત્યાગથી તે તે વસ્તુનું તુચ્છપણું વિચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આ પ્રમાણે આત્માનું વિચારબળ અને સંકલ્પબળ દૃઢ થવાનું સહેલાઈથી બની શકે છે, માટે શ્રીગુરુ બાહ્યત્યાગને ઉપકારી અને કાર્યકારી તરીકે સ્વીકારે છે. યથા : “જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે.... એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજો પ્રકાર વિચારથી ક૨ી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે.”... ૧. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૫૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121