Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 107
________________ ૮૭. અધ્યાત્મ પંથની યાત્રા વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે નિર્મળ દૃષ્ટિની અને શાંત થવાની આવશ્યક્તા છે, એવો સિદ્ધાંત શ્રીગુરુ હવે રજૂ કરે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જૈન સિદ્ધાંતમાં પાંચ લબ્ધિઓ આવશ્યક ગણી છે જેમાંની બીજી લબ્ધિ તે વિશુદ્ધિલબ્ધિ છે, જેને પ્રાપ્ત થયા વિના સાધક કરણલબ્ધિનો પુરુષાર્થ કરી શકે નહિ. માટે સાધકે પોતાના વિચારોને નિર્મળ રાખવા માટે સતત ઉદ્યમ કર્તવ્ય છે અને તેવી નિર્મળતામાં સહકારી કારણો જેવાં કે સત્સંગ, સદાચાર અને સન્શાસ્ત્રને અંગીકાર કરવા પણ આવશ્યક છે. જ્યારે પોતાની વિચારધારાને વિશુદ્ધ રાખવા માટે આવાં સાધનોને અંગીકાર કરીએ ત્યારે સ્વાભાવિકપણે જ આત્માને મલિન કરવાવાળા જે પાપારંભો અને પાપકથાઓ તેનો અપરિચય કરવો પડે છે. માટે વર્તમાનકાળની અપેક્ષાએ (૧) ગપ્પાં મારવાં, (૨) નવલિકા-નાટક-શૃંગારકાવ્યો વગેરે વાંચવા, (૩) આવશ્યક્તાથી અધિક વર્તમાનપત્રો કે રેડિયાનો પરિચય કરવો. (૪) ક્લબોમાં જવાનું કે અનિવાર્ય કારણ સિવાય હોટલ-સિનેમા વગેરેમાં જવું, (૫) સગાવ્હાલાં-મિત્રોને ત્યાં આવશ્યક્તાથી અધિક જવું, (૬) ઊંધ અને ભોજનને સેવવામાં અધિક સમય લગાવવો, (૭) સપ્તવ્યસનો સેવવા-આવી બધી પ્રવૃત્તિઓને દઢતાથી, સ્પષ્ટપણે અને આયોજનપૂર્વક સંકોચવી જરૂરી છે. જો કે બધાને માટે આ નિયમો એકસરખા લાગુ પાડી શકાય નહીં છતાં ઉંચી કક્ષાના મુમુક્ષુએ આ બધા કાર્ય કર્યા વિના વિશુદ્ધ -- ૧. (૧) થયોપશમલબ્ધિ (૨) વિહિલબ્ધિ (૩) દેશનાલબ્ધિ (૪) પ્રાયોગ્યલબ્ધિ (૫) કરણલબ્ધિ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121