________________
અધ્યાત્મ પંથની યાત્રા
૭૨
વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસહ્મસંગથી જીવનું યથાર્થ ઓળખાણ અને શ્રદ્ધા ન થાય ત્યાં સુધી મનુષ્ય તે તરફ પોતાનો પુરુષાર્થ ફોરવી શક્તો નથી અને જગતના અનેકવિધ પદાર્થોમાંથી સુખાભાસોને પ્રાપ્ત કરવાની માથાકૂટમાં ગૂંચવાઈ રહીને આધિ-વ્યાધિ-ઉપાધિ અને જન્મ-જરા-મરણનાં વિવિધ દુઃખોને પામી અત્યંત ખેદખિન્ન રહ્યા કરે છે. પૂર્વે બાંધેલા પાપકર્મોના ઉદયથી સંપ્રાપ્ત થયેલા અણગમતા પદાર્થોના નિમિત્તથી જીવ દુઃખી થાય છે, જેવા કે નિર્ધનતા, વાંઝિયાપણું, વૈધવ્ય, શરીરમાં રોગાદિની ઉત્પત્તિ વગેરે. પોતાને સુખરૂપ લાગતા હોય તેવા પ્રસંગો કે પદાર્થોનો વિયોગ થવાથી જીવને અંતરમાં જ એક ખાસ પ્રકારનો ઉચાટ રહ્યા કરે છે જેને લોકો “મારો જીવ બળ્યા કરે છે” આવા શબ્દો વડે ઓળખાવે છે, તેને ક્લેશ કહે છે. આવા બધા પ્રકારના જગતના સુખ-દુઃખથી રહિત થવા માટે શ્રીગુરુ આત્મજ્ઞાનપ્રાપ્તિની અનિવાર્યતા જાણી તેની પ્રાપ્તિ કરવા માટે પ્રેરણા કરે છે.
આવું આત્મજ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ શકે તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે વિચાર સુવિચાર, સદ્દવિચાર, તત્ત્વવિચાર) વડે કરીને આત્મજ્ઞાન ઊપજે છે. પરંતુ આ દોડધામ અને કોલાહલવાળા જમાનામાં સુવિચાર કરવાની મનુષ્યને નથી જિજ્ઞાસા, નથી અવકાશ, નથી યોગ કે નથી આવડત. આમાંની એક પણ પૂર્વશરત જ્યાં ન હોય ત્યાં વિચારદશા કેવી રીતે પ્રગટી શકે ? અર્થાત્ ચોક્કસપણે ન જ પ્રગટે; કેમ કે સમગ્ર કારણસામગ્રીના અભાવમાં કાર્યોની ઉત્પત્તિ થઈ શક્તી નથી.
અસત્સંગ-અસ...સંગનો નિષેધ સાધકને વિચારદશા ઉત્પન્ન થવામાં ઉપકારી હોવાથી તે વાત હવે રજૂ કરે છે, તેમાં પ્રથમ અસત્સંગ વિષે જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org