Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 87
________________ ઉ૭ અધ્યાત્મ પણની યાત્રા કેમ કે જીવને જો અવ્યાબાધ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતી. - આ. સ્વ. પ્રણામ. એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય સત્સંગ વડે અસંગતા આવે છે, અસંગતા વડે નિર્મોહદશા આવે છે, નિર્મોહદશામાં ચિત્તની અવિચળ (સ્થિર) દશા ઉપજે છે અને નિશ્ચળ (નિર્વિકલ્પ) ચિત્ત થવાથી જીવન્મુક્તદશા પ્રગટે છે. સાચું અવધૂતપણું પ્રગટ્યું છે જેમને એવા યોગીશ્વરો કે જેઓ રમતા રામરૂપે એકાકી વિચરે તો પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી બાધા પામતા નથી તેઓ પણ વારંવાર સત્સમાગમને ઈચ્છે છે. પૂર્વાચાર્યોએ પણ મુનિજનોને સત્સંગના આશ્રમમાં રહેવાની આજ્ઞા કરી છે, કે જેથી પોતામાં પ્રગટેલાં ગુણોનું સંરક્ષણ થાય અને તે ગુણો વર્ધમાનદશાને પામે.,* પરમાર્થદૃષ્ટિએ વિચારતાં તો પોતાના આત્મિક ગુણોનો સંગ કરવો તે યથાર્થ સત્સંગ છે, પણ તેવી દશા પ્રગટ કરતાં પહેલાં ઘણો વખત સુધી તેવી દશાને પ્રાપ્ત થયેલાં પુરુષોનું, તેમના સમસ્ત વ્યક્તિત્વનું અને તેમનાં વચનામૃતોનું વારંવાર અવલંબન લેવું પડે છે. આવા દીર્ધકાળના અભ્યાસના ફળરૂપે જ આવો પરમાર્થ સત્સંગ (એટલે કે અસંગદશા) પ્રગટે છે જેનું બીજું નામ મોક્ષ છે. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૧૦૯. सत्संगत्वे नि:संगत्वं निःसंगत्वे निर्मोहत्त्वं'। નિદા વિશ્વરિત વિશ્વવિદ્યાજિ: શ્રીમદ્ શંકરાચાર્ચય પ્રવચનસાર, ૨૭છે. જ્ઞાનાર્ણવ, પ્રકરણ ૧પ૧૪, ૧૭, ૨૭, ૨૯. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે; કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.-શ્રીમદ્ રાજચંદ્ર, ૩૦૯૬ ૨. 4 ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121