Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 67
________________ અધ્યાત્મ પંથની યાત્રા શું પ્રભુચરણ કને ઘરું આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો વર્લ્ડ ચરણાધીન “મોહે લાગી લટક ગુરુ ચરનકી ચરણ બિના મુઝે કછુ નહિ ભાવે.” જૂઠ માયા સબ સપનકી... મોહે લાગીર (દોહરા) “તીરથ નાહે એક ફલ, સંત મિલે ફલ ચાર; સદગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર.” વળી, જે સાધકને સદ્ગુરુની ભક્તિ પ્રગટે તેને નિજછંદથી ચાલવાની વૃત્તિ રહેતી નથી. જે જીવન જીવવાથી પોતાના આત્માનું દિનપ્રતિદિન કલ્યાણ થતું જાય તે જીવનરીતિને તે અપનાવે છે અને આ જગતમાં અભુત-અપૂર્વ સદ્ગણોના નિધિ અને સર્વથા અનુસરવા યોગ્ય આ મારા શ્રી સદ્ગુરુદેવ જ છે એવો તેને નિરંતર નિશ્ચય રહે છે અને તે નિશ્ચયને અનુસરવાનો તે સર્વ શક્તિથી પુરુષાર્થ કરે છે. જે આમ કરે, તેને શાશ્વત મોક્ષમાર્ગની આરાધના અવશ્યપણે બને છે અને સહજ-શુદ્ધ-ચૈતન્ય-આત્મસ્વરૂપનો બોધ તેના જીવનમાં ઉદય પામતાં તે કૃતકૃત્ય થાય છે. આ પ્રમાણે શ્રી સદ્ગુરુની ભક્તિ પ્રગટ થવાથી આલોક-પરલોકમાં સંપૂર્ણ કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ સહિત નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રગટે છે, માટે તેવી શ્રી ગુરુની ભક્તિને અને તેવી ભક્તિના ઉપદેશક જે શ્રી સતુપુરુષો તેમને, અમે ફરી ફરી અંતઃકરણના સાચા ભાવથી સર્વથા સર્વકાળ ભજીએ છીએ. હવે, ઉપસંહારરૂપે, શ્રી સદ્ગુરુના બોધને અંગીકાર કરવાથી પોતાના જીવનમાં કેવો મહતું ઉપકાર થયો છે તેનું સંસ્મરણ કરતાં થકો કહે છે : ૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૨૫. ભક્તિશિરોમણિ મીરાંબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121