________________
અધ્યાત્મ પંથની યાત્રા
પત્રાંક ૫૨૫
ટૂંક સાર
મોક્ષપ્રાપ્તિનું પ્રથમ અને મુખ્ય કારણ એવું જે આત્મજ્ઞાન, તે જેને પ્રગટ્યું હોય, તેની જીવનપદ્ધતિની આંતરબાહ્ય દશાનું વર્ણન કરીને, આ પત્ર દ્વારા આગળની સાધનામાં તે સાધકને માર્ગદર્શન આપ્યું છે.
૫૧
આત્મજ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન પણ કહે છે. ‘સ્વ’ અને ‘પર’નો યથાર્થ બોધ થવાથી ‘સ્વ’ પ્રત્યે રુચિ અને વૃત્તિ થાય છે એવો સિદ્ધાંત સ્વીકારીને, તેવા જ્ઞાનીએ પણ વિશેષપણે જગતના પ્રતિબંધોને નિવારીને સ્વરૂપનો પરિચય કરવો એવી શ્રીજિનની આજ્ઞા છે.
‘જ્ઞાની પ્રમાદી હોતા નથી’ એ કથન સામાન્યપણે કરેલું છે. અંતરાત્મદશામાં ચોથા આદિ ગુણસ્થાને વર્તતા જ્ઞાનીઓ માટે આ કથન નથી, પણ આગળ વધેલા વિશેષ પુરુષાર્થયુક્ત મહાજ્ઞાનીઓ માટે આ કથન છે એ વાત તેના લક્ષ પર લાવી શ્રીગુરુએ જ્ઞાનીને પણ નિવૃત્તિમય જીવનનો લક્ષ રાખી ત્વરિત ગતિએ ત્યાગમાર્ગની આરાધનામાં ઉઘમવંત થવા આજ્ઞા કરેલી છે.
સામાન્યપણે અપ્રતિબદ્ધ એવા જ્ઞાનીને પણ સત્સંગનો યોગ કલ્યાણકારી છે અને તે વડે કરીને તેને પરમ અસંગપદની પ્રાપ્તિ થઈ શકે છે માટે પરમસમાધિના ઈચ્છુક એવા જ્ઞાનીએ ફરી ફરી અપૂર્વ માહાત્મ્યવાળા પરમ ઉપકારી તથા મોક્ષના સર્વોત્તમ અને સરળ સાધનરૂપ સત્સંગને પરમ પ્રેમથી ઉપાસવો એવી આજ્ઞા કરી છે.
છેલ્લે, અમે પણ સર્વ કાળે તે સત્સંગને જ ઈચ્છીએ છીએ એમ સત્સંગ-આરાધના પ્રત્યેની પોતાની અદ્ભુત નિષ્ઠા વ્યક્ત કરી પત્રની સમાપ્તિ કરી છે.
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org