________________
અધ્યાત્મ પંથની યાત્રા
૪૬. અન્ય સ્વછંદ માટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
હવે આગળ, સદ્ગુરુની પારમાર્થિક ભક્તિનું અને તેવી વ્યક્તિના ફળનું સ્વરૂપ પ્રતિપાદિત કરે છે. સદ્ગુરુની ભક્તિ તે મોક્ષસાધનાનું એક અનિવાર્ય અને અનુપમ અંગ છે એમ સર્વ જ્ઞાની પુરુષોએ સ્વીકાર્ય છે. આવી ઉત્તમ જે ગુરુભક્તિ, તેનું ફળ શિષ્યને પાત્રતાની વૃદ્ધિથી માંડીને અનેકવિધ કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થવી તે જ છે, એમ હે ભવ્ય જીવો ! તમે નિશ્ચયથી જાણો. અમારો આવો નિશ્ચય થવાનું કારણ એ છે કે જે પુરુષોએ આવી સદ્ગુરુની ભક્તિની પ્રરૂપણા કરી છે તેઓના જીવનમાં સ્વાર્થનો એક અલ્પ અંશ પણ અમને દૃષ્ટિગોચર થયો નથી, કેવળ સ્વાર્થત્યાગનો ભાવ જ સમયે સમયે પ્રગટપણે દેખાયો છે.
આવી સાચી ગુરુભક્તિ જે શિષ્યના અંતરમાં પ્રગટ થાય તેની દશા કેવી હોય? તે શિષ્યને શ્રી સદ્ગુરુની દિવ્યતાવ્યાપ્ત ચેષ્ટાઓ વારંવાર સ્મરણમાં આવે. જેમ લોભીનું મન ધનમાં અને સતીનું મન ભરથારમાં રહે છે તેમ તેનું મન પણ શ્રીસદ્ગુરુના લોકોત્તર વ્યક્તિત્વની નિરંતર ઝાંખી કર્યા કરે છે. તેઓશ્રીનું વિશિષ્ટ જ્ઞાન, નિર્મળ ધ્યાન, વિવિધલક્ષી તપ, તીવ્ર વૈરાગ્ય, અંતર્મુખ દશા, સત્યપરાયણતા, બ્રહ્મનિષ્ઠા, ક્ષમા, અલૌકિક-શ્રદ્ધા, સર્વાત્મભાવ, અમૃતમય વાણી અને અવિરત આત્મજાગૃતિ આદિ અનેક અદ્ભુત ગુણોની સ્મૃતિ અને લક્ષ તેને રહ્યા જ કરે છે. તે કહે છે :
(દોહરા) “અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.'
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org