________________
૪૧
અધ્યાત્મ પંથની યાત્રા
સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી.
જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. લક્ષણોવાળા એવા જગતના કોઈ પણ પદાર્થોને પ્રાપ્ત કરીને તેને અંતરંગ હર્ષ થતો નથી. અથવા તેવા પદાર્થોનો વિયોગ થઈ જવાથી તેને અંતરંગ શોક પણ ઉપજતો નથી. આમ, જગતના અનેકવિધ ચેતન, અચેતન કે મિશ્ર પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં તેને સમભાવ જ રહે છે, વિષમભાવની ઉત્પત્તિ થતી નથી. આવો સમતાભાવસમદર્શિતાનો ભાવ જેને અંગીકાર કરવાથી પ્રગટે છે તેવા નિજ શુદ્ધાત્મસ્વરૂપનું અત્યંત નિર્મળપણું, અત્યંત પરિપૂર્ણપણું, નિત્યપણું અને સાતિશય આહ્વાદદાયકપણું તેના અનુભવમાં આવે છે. સમ્યગુદષ્ટિને પોતાના ચૈતન્ય સ્વભાવનું લબ્ધિરૂપે નિરંતર લક્ષ રહે છે. પરંતુ ચારિત્રમોહનીયના ઉદયની બળજોરીથી તેને જે વિભાવભાવો ઊપજે છે તેને તે પોતાનું મૂળ સ્વરૂપ માનતો નથી. અનાદિકાળના અધ્યાસને આધીન થઈ જવાને લીધે જ પોતાને તે ભાવોનું કથંચિત્ વેદના થાય છે એમ તે સ્પષ્ટપણે માને છે. શુભાશુભ ઉપયોગરૂપે પરિણમવા છતાં પણ તે શુભાશુભ ભાવોની તેને રુચિ નથી અને પોતાની સર્વ શક્તિથી તેવા વિભાવભાવોથી પાછા ફરવાનો પુરુષાર્થ સમ્યગ્દષ્ટિ કર્યા જ કરે છે. જેટલા પ્રમાણમાં તે સ્વસંવેદન કરે છે તેટલા પ્રમાણમાં તેને તે વિભાવભાવોથી ભિન્ન એવા શુદ્ધાત્માની પ્રત્યક્ષ (અતીન્દ્રિયપણે) અનુભૂતિ થાય છે, અને આમ થવાથી જગતના કોઈ પણ ક્ષણભંગુર અને તુચ્છ પદાર્થો મળવાથી કે વિખૂટા પડવાથી તેને અંતરંગમાં હર્ષના ભાવો કે શોકના ભાવો થઈ જતા નથી, નિરંતર સમભાવ જ રહે છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org