________________
અધ્યાત્મ પંથની યાત્રા
૪૦.
પદનો શાંતિથી વિચાર કરે છે તેને તે પદોની અંદર રહેલું શાશ્વત સત્ય સમજાતું જાય છે અને વિવેકજ્ઞાનની જ્યોતિ તેના હૃદયમાં જાગ્રત થાય છે. વસ્તુસ્વરૂપનો નિઃશંકપણે તેના અંતરમાં નિર્ધાર થતાં તેને જરૂર એમ ભાસે છે કે આ વાત જે પરમ જ્ઞાની પુરુષોએ સર્વ જીવોના કલ્યાણને અર્થે કહી છે તે ખરેખર પૂર્ણ અને શાશ્વત સત્ય છે કારણ કે તેના મૂળ ઉપદેશક પૂર્ણ જ્ઞાની પુરુષો છે. '
આ છ પદનો યથાર્થ વિવેકપૂર્વક જેમ જેમ વિચાર કરવામાં આવે છે તેમ તેમ સાધકને પોતાના મૂળ શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન પ્રગટ થતું જાય છે. જેમ કોઈ ભિખારીને સ્વપ્નમાં મોટું રાજપાટ મળે અને તે પોતાને મોટો રાજા માને, પણ સ્વપ્ન પૂરું થતાં જ તેને પોતાની સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય છે, તેમ પોતાની સાચા સ્વરૂપના અજ્ઞાનરૂપ જે સ્વપ્નદશા, તેને આધીન થવાથી અજ્ઞાની જીવ પોતાના નહીં એવા જગતના વિવિધ પદાર્થોમાં “મારાપણાની અને “હું” પણાની કલ્પના કરે છે. આવી ભ્રાંતિરૂપ જે સ્વપ્નદશા તેનો નાશ થવા માટે મહાજ્ઞાનીઓએ કરુણાથી શાશ્વત સત્ય-સિદ્ધાંતરૂપ આ છ પદનો ઉપદેશ સંક્ષેપમાં કર્યો છે.
જેવી રીતે પેલા ભિખારીને સ્વપ્ન પૂરું થતાંની સાથે જ રાજપાટ આદિ જરા પણ મારાં નથી એવો અવશ્ય નિશ્ચય અને અનુભવ થાય છે તેવી રીતે અજ્ઞાનરૂપી સ્વપ્નદશાનો, આ છ પદનાં યથાર્થ બોધથી જે સાધક સુવિચારની શ્રેણીએ ચડીને નાશ કરે છે તેનો આત્મા પણ જાગ્રત થઈ જાય છે અને દિવ્ય જીવન જીવવાની યથાર્થ દૃષ્ટિની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આમ, સમ્યક નેત્ર પ્રાપ્ત થવાથી સાધકને પોતાના આત્માના સાચા સ્વરૂપનું યથાર્થ ભાન પ્રગટે છે અને આવો પ્રબુદ્ધ સાધક ક્રમે કરીને પૂર્ણ મોક્ષદશાને પ્રાપ્ત થાય છે.
જે જીવને સ્વસ્વરૂપનો યથાર્થ બોધ પ્રગટ થાય તે જીવને જગતના પદાર્થોનું માહાસ્ય અંતરમાંથી ઊડી જાય છે. ક્ષણિક સુખ આપીને નાશ પામી જનારા, અપવિત્ર અને પોતાના સ્વભાવથી વિપરીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org