________________
૩૫.
અધ્યાત્મ પંથની યાત્રા પાંચમું પદ : “મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠું પદ : તે “મોક્ષનો ઉપાય છે.” વળી, જેમ વિવિધ વિકારોનો અનુભવ કરનાર આત્મા પોતે જ છે તેમ નિર્વિકાર ચૈતન્ય ભાવનું વેદન કરનાર પણ આત્મા પોતે જ છે. આ પ્રમાણે આત્મા પોતે જ પાપરૂપ અશુભ ભાવોનો ભોક્તા થાય છે. પુણ્યરૂપ શુભ ભાવોનો ભોક્તા થાય છે અથવા સાક્ષાત્ ધર્મરૂપ શુદ્ધ ભાવોનો ભોક્તા થાય છે. આવું, વિવિધ ભાવોની પરિણતિરૂપ જે કાર્ય, તેનો આ આત્મા પોતે જ સ્વયં કર્તા બનવાથી ભોક્તા બને છે.
પાંચમું પદઃ “મોક્ષપદ છે.” આત્મા પોતાના કર્મનો કર્તા અને ભોક્તા છે એમ પ્રતિપાદિત કરી હવે તે આત્માને તેવું કર્તા-ભોક્તાપણું
જ્યાં સર્વથા ટળી જાય છે એવું શુદ્ધ સ્વભાવરૂપ અને સર્વ પ્રકારની કર્મમલિનતાથી રહિત એવું મોક્ષપદ છે એમ હવે ઉપદેશે છે.
અનેક જીવોમાં ક્રોધાદિ વિકારી ભાવોનું તીવ્રપણું દેખાય છે, જ્યારે બીજા સાધકોમાં તેવા ભાવોનું મંદપણું દેખાય છે જેથી પુરવાર થાય છે કે ક્રોધાદિ વિકારી ભાવોને સમ્યકપણે જો આત્માના ક્ષમાદિ સ્વભાવના લક્ષે ઘટાડવામાં આવે તો ધીમે ધીમે તેની માત્રા ઓછી થતી જાય છે અને તે પ્રક્રિયાને ઠેઠ સુધી લંબાવવામાં આવે તો આખરે તેવા વિકારોનો સર્વથા અભાવ થઈ આત્માનો મૂળ શુદ્ધ સ્વભાવ પ્રગટી શકે છે. ચૈતન્યની આવી શુદ્ધ, નિર્મળ જે સ્વભાવદશા તેને મોક્ષ કહેવામાં આવે છે. આત્માના જ્ઞાન-આનંદ આદિ ગુણોનો જ્યાં પૂર્ણ વિકાસ થાય છે તેવી આ મુક્ત દશા સદેહે પણ હોઈ શકે છે. (જેને તેરમાં ગુણસ્થાનવર્તી અરિહંત પરમાત્મા કહે છે) અને દેહરહિતપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org