Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 57
________________ ૩૭ અધ્યાત્મ પંથની યાત્રા જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ મારગ... એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ,” મૂળ મારગ...* જ્ઞાન તો તે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.* બીજો ઉપાય દર્શન કહ્યો. દર્શન એટલે જીવ-અજીવ વગેરે તત્ત્વોને યથાર્થપણે-જેમ છે તેમ-અંતરમા શ્રદ્ધવા તે. પ્રથમ, દયા અને આસ્તિકયવાળું એક (વ્યવહાર)સમ્યગદર્શન છે. આત્માની (અનંતાનુબંધીના વ્યુચ્છેદથી) શુદ્ધિરૂપ માત્ર બીજું (નિશ્ચય) સમ્યગદર્શન છે. ત્રીજો ઉપાય સમાધિ કહ્યો. આત્માને અધિક જાણવાથી જગતના પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિરૂપ વિષમ ભાવોનો અભાવ તે સમાધિ. આત્મ-પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. કહ્યું છે કે (હરિગીત) “ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. આ રત્નત્રય (દર્શન-જ્ઞાન-સંયમ) પરમાર્થથી એકસાથે પ્રગટ છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૭૧૫ શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી ઉપદેશછાયા આંક-૧૨ તત્ત્વાર્થશ્રદ્ધાનં સ નમ્. શ્રી તત્વાર્થસૂત્ર, ૧/૨. (અનુષ્ટ્રપ) एकं प्रशमसंवेगदयास्तिक्यलक्षणम् । ગામના શુદ્ધિમાત્ર વિતરખ્ય સમન્નતી I શ્રી જ્ઞાનાર્ણવ, અવતરણગાથા. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-પ૬૮. શ્રી પ્રવચનસાર, ૭ (હિ. જે. શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121