________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨૪.
તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય; પણ તે ક્ય સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. જ્ઞાનીપુરુષનાં સૂત્રાત્મક વચનોનો અર્થ વિવિધ રીતે અનેક દૃષ્ટિકોણથી સમજીને પોતાનું જ્ઞાનબળ અને ધ્યાનબળ વધારી મોક્ષરૂપી પુરુષાર્થમાં લાગે એ જ શ્રેયનું, હર્ષનું અને સ્વ-પર પ્રેરણાનું મુખ્ય કારણ છે. ગુર્જર ભાષામાં લખાયેલાં હોવા છતાં આ વચનોમાં ઉત્તમોત્તમ શાસ્ત્રોનો સાર અમે ઠાંસી ઠાંસીને ભર્યો છે એમ તમો નિર્ધાર કરશો અને જ્યાં સમજણમાં કઠિનતા લાગે ત્યાં વિશેષ જ્ઞાનીના આશ્રયે તેમાં રહેલો અતિ અદ્દભુત અને રહસ્યમય મર્મ સમજશો એવી અમારી તમોને સૂચના છે.
પ્રાસંગિક સાધર્મીઓ સાથે તત્ત્વ સંબંધી વાર્તાલાપ કરી પોતાના જ્ઞાનને વધારવું અને પ્રાપ્ત થયેલા જ્ઞાનને દઢ કરવું એ ધર્મમાર્ગમાં મહાન ઉપકાર કરનારું છે. આચાર્યોએ પણ પૃચ્છના (પ્રશ્નોત્તરરૂપ સ્વાધ્યાય)ને તપ કહ્યું છે. સત્તરમાં સૈકામાં જયપુરમાં શ્રીમાનું ટોડરમલજીના સાનિધ્યમાં, આગ્રામાં શ્રીમાનું બનારસીદાસજીના સાન્નિધ્યમાં અને ઉત્તર ગુજરાતમાં, શ્રીમાન્ આનંદઘનજીના અને યશોવિજયજીના સાન્નિધ્યમાં આવી ધર્મસભાઓમાં સત્સંગ-સ્વાધ્યાયની જ્ઞાનગંગામાં અનેક જિજ્ઞાસુઓ સ્નાન કરી પોતાના આત્માને પવિત્ર કરતા હતા. જૈન ધર્મો ધાર્મિકેઃ વિના ઈત્યાદિ આગમ સુત્રોથી આ વાતની પુષ્ટિ થાય છે. સમ્યકત્વનાં નિઃ શક્તિત્વ, ઉપગ્રહનત્વ, વાત્સલ્ય અને પ્રભાવના વગેરે અનેક અંગોનું ધર્મસભાઓથી દઢપણું થાય છે અને વીતરાગ ભગવાનના સમગ્ર અનુયાયીઓમાં પરસ્પર સાચો પ્રેમ અને વાત્સલ્ય જાગે છે, જે આ જમાનાની તાતી જરૂરિયાત છે. ભારત જૈન મહામંડળ દ્વારા આ દિશામાં સ્તુત્ય પ્રયાસો થયા છે. પણ હજુ ઘણું ઘણું કરવાનું બાકી રહે છે, જેમાં શ્રાવકો કરતાં પણ શ્રમણ વર્ગે વિશેષ યોગદાન આપવું આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org