Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 49
________________ ૨૯ અધ્યાત્મ પંથની યાત્રા “જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.” “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામર “સમતા, રમતા ઊરધતા, જ્ઞાયક્તા, સુખભાસ, વેદક્તા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, આત્માની આવી અનેક (અનંત) શક્તિઓમાંથી મુખ્ય સુડતાલીસ (૪૭) શક્તિઓનું વર્ણન તે તે નયની પ્રધાનતાથી, અધ્યાત્મશાસ્ત્રોમાં કરેલું છે, જે વડે આત્માનો બોધ પ્રાપ્ત થઈ શકે છે. પોતાને અને પરને જાણવા-દેખવાની ચૈતન્યગુણાનુસારી શક્તિ જેમાં મુખ્ય છે એવા આ આત્માનું વર્ણન નવદ્વારથી સિદ્ધાંતશાસ્ત્રોમાં પણ નીચે પ્રમાણે કર્યું છેઃ (હરિગીત) “જાણે અને દેખે બધું, સુખ અભિષે દુઃખથી ડરે, હિત અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે?" (ચૌપાઈ) “જીવ મય ઉપયોગ અમૂર્તિ, કર્તા દેહમાન હૈ પૂર્વ, ભોક્તા સંસારી અર, સિદ્ધ, ઊર્ધ્વગમન નવકથન પ્રસિદ્ધ, તીન કાલમેં જીવન જાસ, ઈન્દ્રિય બળ આયુષઉચ્છાસ, ઓરિ પ્રાણ વ્યવહારે જીવ, નિશ્ચયનય ચેતના સદીવ.” આ પ્રમાણે સિદ્ધાંતશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોનો, સદ્ગુરુગમે, સમન્વયાત્મક અભ્યાસ કરવાથી સાધકનું જ્ઞાન, પ્રમાણને પામતું થયું ૧. ૨. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૫૧, ૧૧૭. ૩. શ્રી સમયસાર નાટક, ઉત્થાનિકા, ૨૦. ૪. જુઓ શ્રી સમયસાર શ્રી પ્રવચનસારની શ્રી અમૃતચન્દ્રસૂરિકૃત ટીકાઓના પરિશિષ્ટો શ્રી કુંદકુંદાચાર્ય, વિરચિત પંચાસ્તિકાય, ૧૨૨ (શ્રી હિ.જે.શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). શ્રી બૃહદ્રવ્યસંગ્રહ, ૩-૪, શ્રી પંડિતપ્રવર જયચંદજી છાવડાકૃત ભાષાવચનિકા (આત્મા છે, ઉપયોગમય છે, અમૂર્તિ છે, કર્તા છે, ભોક્તા છે, શરીરપ્રમાણ છે, સંસારી છે, સિદ્ધ છે, ઊર્ધ્વગમનસ્વભાવી છે. આ નવ દ્વારથી આત્માનું વર્ણન કર્યું છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121