________________
૨૮
અધ્યાત્મ પંથની યાત્રા જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
“એ રીતે દર્શન જ્ઞાન છે, ઈન્દ્રિય-અતીત મહાર્થ છે, માનું છું આલંબન રહિત, જીવ શુદ્ધ નિશ્ચળ ધ્રુવ છે."
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ આ સી ક્ષય કરું.”
આ બે ગાથાઓની શ્રી અમૃતચન્દ્રસૂરિ કૃત અભુત ટીકાઓમાં આત્માને પણ જગતના બીજા પદાર્થોની જેમ પદાર્થ વિશેષ તરીકે સિદ્ધ કર્યો છે. તેનું અભ્યાસી મુમુક્ષુઓએ સત્સંગના યોગે વિશેષ પરિજ્ઞાન કરી સ્વપદાર્થના પ્રમાણજ્ઞાનમાં નિઃશંક થવું યોગ્ય છે.
ઘડો, વસ્ત્ર આદિ રૂપી જડ પદાર્થોનું અસ્તિત્વ સ્પર્શ-રસગંધાદિ ગુણોની વિદ્યમાનતાને લીધે નક્કી કરી શકાય છે. જેમ કે ઘડો માટીમાંથી બનાવવામાં આવે છે, કુંભાર ચાકડા ઉપર તેને બનાવે છે, તેમાં પાણીને ઠંડું રાખવાનો ગુણ છે, તે લાલ કે કાળા રંગનો હોય છે, તે જમીન પર પડે તો ફૂટી જાય છે વગેરે લક્ષણોથી ઘડાનો નિર્ણય થઈ શકે છે. કંઈક આવી જ પદ્ધતિથી આત્માની પણ ઓળખાણ થઈ શકે છે. સુખ અને દુઃખનો જે અનુભવ કરે છે; જેના વિયોગથી મનુષ્ય (અથવા અન્ય પ્રાણી) શબ-મુડદું બની જાય છે તેવો અરૂપી ચેતન પદાર્થ તે આત્મા છે. ' ' જગતના પદાર્થોમાં અનેક ગુણો જોવામાં આવે છે. જેમ કે સોનું પીળું પણ છે, ચળકાટવાળું પણ છે, વજનદાર પણ છે, અને કાટ ન ચડે તેવું પણ છે તેમ આત્મામાં પણ અનેક ગુણો છે. આ ગુણોને શક્તિઓ પણ કહેવામાં આવે છે. તે શક્તિઓનું વર્ણન કરતાં શ્રીગુરુ કહે છે :
શ્રી પ્રવચનસાર, ૧૯૨. ૨. શ્રી સમયસાર, ૨૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org