________________
અધ્યાત્મ પંથની યાત્રા
S
પત્રાંક ૪૯૩ (છ પદનો પત્ર)
ટૂંક સાર આ પત્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના મુખ્ય મુનિ શિષ્ય પૂ. શ્રી લઘુરાજ સ્વામીને ઉદ્દેશીને લખ્યો છે.
મોક્ષમાર્ગમાં મુખ્ય પ્રયોજનભૂત એવાં, આત્માના નીચે કહ્યાં તે પદોનું, આ પત્રમાં સંક્ષેપમાં પ્રતિપાદન કર્યું છે : (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્તા છે (૪) આત્મા ભોક્તા છે (૫) મોક્ષપદ છે અને (૬) મોક્ષનો ઉપાય છે.
આ પદની પ્રત્યક્ષ-પરોક્ષ આદિ પ્રમાણોથી દૃષ્ટાંતપૂર્વક સમજણ આપીને, સદ્ગુરુગમે તેનો બોધ પામવા માટે જિજ્ઞાસુને સૂચન કરેલ છે. આ છ પદની વિવેકપૂર્વક યથાર્થ સમજણ થવાથી આત્મદર્શન (સમ્યક્દર્શન)ની પ્રાપ્તિ થાય છે અને તે દર્શનને પ્રાપ્ત થયેલો પુરુષ ક્રમે કરીને સંસારનાં સર્વ દુઃખોનો નાશ કરી પૂર્ણ મોક્ષપદને પામે છે એવો સિદ્ધાંત રજૂ કર્યો છે.
આ પત્રમાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો અતિશય સુંદર સમન્વય દૃષ્ટિગોચર થાય છે. જે સત્પરુષોએ આ છ પદનો બોધ, કેવળ જગતના જીવોના કલ્યાણ માટે કર્યો છે તેઓ પ્રત્યેની અદ્દભુત અલૌકિક ભક્તિનું નિરૂપણ અહીં જોવામાં આવ્યું છે. ભારતીય દર્શનોમાં સર્વમાન્ય એવી શ્રીસદ્દગુરુની પારમાર્થિક ભક્તિનું સ્વરૂપ અને તેનું ફળ પણ અહીં જણાવેલ છે.
છેલ્લે, પોતાને પ્રગટ થયેલી આત્મદશાનું સૂચન કરી, તે દશા પ્રગટ થવામાં જેમનાં વચનામૃત પરમ ઉપકારી થયાં છે એવા સત્પરુષોને ફરી ફરી નમસ્કાર કરી પત્ર પૂર્ણ કરેલ છે.
વિશેષ નોંધ : આ છ પદનું સવિસ્તર શાસ્ત્રીય પદ્ધતિથી જેમાં વર્ણન કરેલ છે તે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અભ્યાસી મુમુક્ષુઓએ અવશ્ય વાચન-મનન-અનુશીલન કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org