________________
અધ્યાત્મ પંથની યાત્રા
૨૦
અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ ? અનંતકાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
શ્રમણો જિનો તીર્થંકરો, એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમું તેમને, નિર્વાણના તે માર્ગને ”
માર્ગપ્રાપ્તિને રોકનારા પહેલા અને ત્રીજા કારણનો ૨કાસ થવા માટે પરમ વિનયપૂર્વક વર્તવું અને વારંવાર સત્પુરુષના સમાગમનો આશ્રય કરી તેમના વ્યક્તિત્વમાં રહેલી જે દિવ્યતા, આત્મદૃષ્ટિ, આત્મલક્ષ અને સહજ ઉદાસીનતા તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. જે કોઈ મુમુક્ષુ, આત્માનો સાચો ખપી થઈને સત્પુરુષને ઓળખવાનો વારંવાર પ્રયત્ન કરે છે અને વિપરીત કારણો આવવા છતાં પોતાનો પ્રયત્ન પ્રમાણિકતાથી જાળવી રાખે છે, તેનામાં ક્રમે કરીને એક એવી દિવ્ય દૃષ્ટિ ઊગે છે કે જેના પ્રતાપે કરીને તેને સત્પુરુષના આત્માની ઓળખાણ થઈ જાય છે. આવી પારદર્શક ઓળખશક્તિ પેદા ન થાય ત્યાં સુધી સતત સત્ઝમાગમ કર્યા જ કરવો તથા સત્શાસ્ત્ર અને સદાચારનું દૃઢ અવલંબન લઈને પોતાની મુમુક્ષુદશા કેટલી વર્ધમાન થાય છે તેનું અઠવાડિક, માસિક કે વાર્ષિક સરવૈયું કાઢવું અને નિરંતર દોષો દૂર ક૨વાનો પુરુષાર્થ જારી રાખવો એ જ મોક્ષપ્રાપ્તિનું રહસ્ય છે.
જે કોઈ સાધકને સત્પુરુષના સ્વરૂપનો યથાર્થ અને દૃઢ નિશ્ચય થાય તેને શું શું ફળની પ્રાપ્તિ થાય એ વાત હવે શ્રીગુરુ સમજાવે છે. શ્રી પ્રવચનસાર, ૧૯૯.
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org