________________
૧૯
અધ્યાત્મ પંથની યાત્રા જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
આ ત્રણ કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે.
આત્મ-પદાર્થનું અત્યંત માહામ્ય અંતરમાં ભાસવું, એકમાત્ર આત્મતૃપ્રાપ્તિની જ રૂચિ રહેવી અને સર્વ મતમતાંતર, પંથ-આગ્રહ, વ્યક્તિગત કે દૃષ્ટિગત રાગમાં રોકાઈ જવાનો તથા પંથ-વ્યામોહાદિનો અભાવ થવો-આવી દશાને પ્રાપ્ત થયેલો જીવ સદ્ગુરુના બોધને પામીને, તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી શકે છે. આ રીતે પદાર્થના નિર્ણયને પામેલા જીવને સ્વ-દ્રવ્ય (શુદ્ધાત્મા) પ્રત્યે આત્યંતિક પ્રેમ પ્રગટે છે, જે પ્રગટવું તેજ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, કારણ કે ત્યાર પછી તેવા ઉત્તમ પાત્રતાને પામેલા જીવને મોક્ષપ્રાપ્તિમાં કોઈ બાધક કારણ રહેતું નથી
શ્રીગુરુ કહે છે કે મોટા ભાગના અમને મળેલા મુમુક્ષુઓમાં આ ત્રણ કારણો દેખાયાં છે. પરંતુ કોઈ કોઈ મુમુક્ષુઓમાં વિનયગુણનું કંઈક પ્રાગટ્ય દૃષ્ટિગોચર થયું છે. આવા ભાગ્યવાન મુમુક્ષુઓ વિશેષ પુરુષાર્થ કરીને જો વિનયગુણની ઉગ્ર આરાધનામાં જોડાઈને યથાર્થ રીતે પરમવિનયપણાને પ્રાપ્ત થઈ જાય તો તેમનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ થઈ જાય. આવા મુમુક્ષુને મોક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે સત્પરુષને યથાર્થપણે ઓળખીને તેમના પ્રત્યે સર્વાર્પણ કરવું એમ કહેવાનો શ્રી સદગુરુનો આશય જાણવો.
વિશેષ ક્યાં સુધી આ વાતનો વિસ્તાર કર્યા કરવો ? ભૂતકાળ, વર્તમાનકાળે, અને ભવિષ્યકાળે આ જ માર્ગ છે કે ગુણવાનોને ઓળખી, તેમના ગુણોની ખરેખરી પિછાન કરી, તેમની પરમ ભક્તિને આધીન થઈ તેમના બતાવેલા માર્ગે ચાલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org