________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ] હે ભવ્યાત્મન ! તું ક્ષણે ક્ષણે ચિદાત્માનું અહર્નિશ સ્મરણ કરી અને તે પણ આત્મ-સ્વરૂપમય શુદ્ધતત્ત્વના ઉપયેગપૂર્વક કર; જેથી અનાદિકાલની પરંપરાથી આત્માને લાગેલ કમ-મલ દૂર થવાથી પરમ વિશુદ્ધિ થશે જ માટે હદયમાં પરમશુદ્ધ પરમાત્મા, અરિહંતે તથા સિદ્ધ ભગવંતેને રૂપાતીતભાવે તથારૂપથ્થભાવે ધારણ કરીને તે જ પરમતત્વનું દયાન કરે જેથી તથારૂપસ્થભાવે આત્મા પરમશુદ્ધ ચિદાનંદમય થશે જ. જેમ એક દીપક અનેક દીપક પ્રગટાવે છે તેમ શુદ્ધાત્મા અન્ય ભવ્યાત્માને અભેદ ભાવે ધ્યાન કરાવી અવશ્ય વિશુદ્ધિ કરે જ છે. ૨૦.
सोऽहं सोऽहं परब्रह्म, निजाऽऽत्मैव तनुस्थितः । विज्ञानानन्दरूपोऽस्मि, हंसस्तत्वमसि ध्रुवम् ॥२१॥
આ શરીર પૃથ્વી-પાણ-અગ્નિ-વાયુ અને આકાશ રૂપ પાંચ ભૂતેથી ઘડાયેલ કહેવાય છે, તે શરીરમાં જ બાહ્ય દષ્ટિવાળાને હું, રાજા, શેઠ, નેકર, સ્ત્રી, પુત્ર, બલવાન આદિ વિક થયા કરે છે. આભ્યન્તર દષ્ટિવાળાને પરમ શુદ્ધ બ્રહ્મ આત્મસ્વરૂપ છે તે જ હું છું, હું જ આત્મા છું, સત્તાએ પરમાત્મા છું, “વીવો વૈ દિવો નાથ” એટલે સત્તાથી સંગ્રહનયની અપેક્ષાએ તે પરમાત્મ-સ્વરૂપ હું જ છું અને કામણ શરીરમાં વસેલ છું, એ નિશ્ચયમય તત્તવમસિ રૂપ બંધ થાય છે. નિશ્ચયનયથી અનન્ત વિજ્ઞાને પ્રગટ થવાથી
અનન્ત આનન્દને ભેગવનાર હંસ તત્તમય-તત્વમસિમયનિશ્ચયથી હું જ છું-એ અપૂર્વ આનંદદાયક બાધ ભગ્યામાએને અવશ્ય થાય જ છે. ૨૧,
For Private And Personal Use Only