________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] अन्तर्मुहूर्तमानं तु, क्षायोपशमिकं सुखम् । नश्यति जायतेऽसंख्यवारं तत्तु मुहुर्मुहुः ॥२६८॥
જે પદાર્થો ક્ષયોપશમભાવથી સુખ આપનારા છે, તે ક્ષણિક હોવાથી અન્તર્મુહૂર્ત સુધી રહીને નાશ પામે છે. અને તે અસંખ્યાતવાર વારંવાર ઉત્પન્ન થાય છે. અને નાશ પામે છે. ૨૬૮
क्षायिकभावसम्पन्न-माऽऽत्मसुखमतीन्द्रियम् । जायते ोकवारं तत्पुनस्तन विनश्यति ॥२६९॥
સર્વ કર્મોનો ક્ષય થવાથી સહજ સ્વભાવે આત્મ-સ્વરૂપના આનંદમય જે સુખ છે તે ક્ષાયિકભાવે પ્રાપ્ત થયેલું હોય છે, અતીન્દ્રિય છે, તે એક જ વાર જીવનમાં પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી નાશ નથી પામતું. ૨૬૯.
क्षायिकं यत्सुखं तत्तु, पूर्णानन्दः प्रकथ्यते । जीवन्मुक्तः सुखं नित्यं, भुनक्ति ब्रह्मजीवकः ॥२७०॥ વીતરાગ પરમાત્માઓને ક્ષાયિકભાવે કેવલજ્ઞાન-દર્શનચારિત્રરૂપ જે સુખ પ્રાપ્ત થાય છે, તે પૂર્ણ આનંદમય જ હોય છે. તેથી તે વીતરાગ ભગવંતે, તીર્થકરો કે સામાન્ય કેવલીઓ આયુષ્યકર્માદિ અઘાતિ ચાર કર્મના સંબંધથી જીવન જીવતાં છતાં કર્મો બાંધતા ન હોવાથી જીવનમુક્ત બ્રહ્મ સ્વરૂપે જ જીવતા હોય છે. ૨૭૦
देहातीतस्य सिद्धस्य, पूर्णानन्दः सदास्ति वै । सुखाय सर्वजीवानां, ब्रह्मज्ञानं प्रजायते ॥२७१।। દેહથી રહિત લેકના અગ્રભાગમાં બિરાજેલા સિદ્ધ પર
For Private And Personal Use Only