________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪] सर्वत्र सत्तया भाव्या, शुद्धाद्वैतस्य भावना । तया जागर्ति देहस्था, शङ्करो निर्गुणो जिनः ॥३५१॥
હે ભવ્યાત્મન ! તું અતિ ભાવનાવડે સર્વ જીવાત્માઓને એક શંકર સમાન નિર્ગુણ સત્ત્વ, રજ અને તામસ ગુણરહિત શુદ્ધ જિનેશ્વર સમાન ભાવનામાં ઉતારજે. જેથી શરીરમાં રહેલે આમા, મોહ, નિદ્રા, ત્યાગ કરીને આત્મસ્વરૂપ પરમ ભાવનાને ભજનારો થાય. ૩૫૧.
सर्वत्र भावना भाव्या, ह्येकाऽऽत्मनश्च सत्तया। अभेदब्रह्म जागति, रागद्वेषौ विना हृदि ॥३५२॥ સર્વત્ર સર્વ જીવાત્માઓ પ્રત્યે સંગ્રહનયની સત્તાએ એક સ્વરૂપે અભેદભાવે રાગ-દ્વેષના અભાવ વિના એક આત્મત્વની ભાવના, સમત્વભાવે ભાવવાથી પરમ બ્રહ્મસ્વરૂપની હૃદયમાં જાગૃતિ થાય છે. ૩૫ર.
તે દિ નોર્થ, નિર્વિવં વેર લોનિના. शुद्धाद्वैतः स विज्ञेयो, जिनो रामो हरिहरः ॥३५॥
આ મારું, આ તારું એવી રાગ-દ્વેષની ભાવનાથી યુક્ત જે તપણું તે જે ગીએ નાશ કર્યું છે તે યોગી સમભાવમાં સ્થિર હોવાથી તે શુદ્ધ અદ્વૈતવાદી સમજવા અને તેઓ રાગદ્વેષને જિતનાર હોવાથી જિન, આત્મસ્વરૂપમાં રમણ કરનારા હોવાથી રામ, સર્વ પ્રાણિઓના પાપને હરણ કરનારા હોવાથી હરિ તથા જન્મ-મરણને હરનારા હેવાથી હરના નામથી ઓળખાય છે. ૩૫૩.
For Private And Personal Use Only