________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭] મૂર્ખાઓને તે બ્રહ્મજ્ઞાની-ગીઓ ઉન્માદી જેવા દેખાય છે પરંતુ જેઓ સમ્યગજ્ઞાની હોય છે તેઓ જ સાચા બ્રહ્મજ્ઞાનીને યથાસ્વરૂપે નિશ્ચયથી જાણી શકે છે. ૩૭
अध्यात्मज्ञानिसङ्गेन, ब्रह्मज्ञानं प्रकाशते । नान्यथाऽप्यात्मशास्त्रेण यथा दीपेन दीपकः ॥ ३८॥
જે આત્માના સ્વરૂપને જાણવાની તીવ ઈરછા રાખતા હોય તેઓએ અવશ્ય અધ્યાત્મજ્ઞાની ગીશ્વરની ઉપાસના કરવી જોઈએ. તેવા અધ્યાત્મયોગીની સંગતિ વિના બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન આત્મામાં પૂર્ણ ભાવે પ્રગટતું નથી. તેવા અધ્યાભજ્ઞાનગીની ઉપાસના વિના બાહા ભાવે એકલા અક્ષરમય શાસ્ત્રોને વાંચવા માત્રથી અયામ શાસ્ત્રને વાસ્તવિક મર્મ સમજી શકાતે નથી એટલે અધ્યાત્મજ્ઞાનના પૂર્ણ અનુભવીઓની ઉપાસના એ જ આત્મજ્ઞાનમાં આવશ્યક છે. જેમ કેદીપકથી દીપક પ્રગટે છે. ૩૮. ગારમાનાર વીવ!! ચં, મા !! શુરવીનતા मा कुरुष्व सुखाशां त्वं, जडेषु क्षणिकेषु हि ॥३९॥
હે ભવ્યાત્મન ! તું આત્મસ્વરૂપમાં પરમાનંદને અનુભવત સદા–શ્રેષ્ઠ જીવનમાં પ્રવૃત્ત થા અને જડ ક્ષણિક એવા વિષયોમાં તું જરા પણ સુખની આશા ન રાખતે; તે જડ પદાર્થોમાં સુખ આપવા કે દુઃખ આપવાનો સ્વભાવ જ નથી. માટે તે તરફની સુખ-વાસનાને તું સર્વથા ત્યાગ જ કર. ૩૯
आत्मन्येव सुखं सत्यं, बहिर्नास्ति सुखं क्वचित् । आत्मन्येव कुरु स्थैर्य, बाह्यभावेषु मा भ्रम ॥ ४० ॥
For Private And Personal Use Only