________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૨] आत्मैव परमेशोऽस्ति, संग्रहनयसत्तया । एक आत्मा स संध्येयः, शुद्धात्मव्यक्तिहेतवे ॥१०॥
સંસારમાં જડ અને ચેતન બને પદાર્થો છે. કેટલાક લેકે ચિંતામણિરત્ન, કામકુંભ, કલ્પવૃક્ષ આદિ વસ્તુઓ જેને પ્રાપ્ત થઈ હોય તેને પરમ સુખી સમજે છે. પરંતુ તત્વજ્ઞાની પુરુષો સંગ્રહનયની અપેક્ષાએ આત્માને જ પરમ સામર્થ્યવાન માને છે. તેથી શુદ્ધ આત્મ-સ્વરૂપે પ્રગટ કરવા માટે એક આત્માનું જ સારી રીતે ધ્યાન કરવું જોઈએ. ૧૦૮.
संग्रहनयसत्ताया,-अपेक्षातो विवेकिनः । आत्मसत्तां हृदि ध्यात्वा, भवन्ति परमेश्वराः ॥१०९॥ ઉપર જણાવ્યા પ્રમાણે સંગ્રહનયની સામાન્ય ભાવમય સત્તાની અપેક્ષાએ ઉર્વતા સામાન્યની અપેક્ષાથી અનાદિકાલથી પરંપરાગત અનેક ભવમાં જન્મ-મરણ ધારણ કરનાર નવનવા પરિણામમય અશુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરતા તેમાં અનુગત સત્તાથી આત્મસ્વરૂપ રહેલું છે, તે વિવેકી પુરુષે સમજે છે. તેથી હદયમાં આત્મ-સત્તાનું ચિંતવન કરીને આત્માનું સ્વરૂપ વિચારીને યોગીએ પરમેશ્વર થાય છે. પરમપદને પામે છે.
संग्रहनयसत्ताया,-दृष्ट्या सर्व जगद्धादि । एकब्रह्मस्वरूपेण, ध्यातारो यान्ति सत्पदम् ॥११०॥
જે ભવ્યાત્મા સંગ્રહનયની અપેક્ષાને દષ્ટિ સન્મુખ રાખીને સર્વ આત્માઓમાં સર્વ ગુણ-પર્યાને સમાન ગુણધર્મ શાશ્વતે હેવાથી “એક આત્મા” પણ કહેવાય છે. અને
For Private And Personal Use Only