________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૫ ]
અને બીજાના તવાને ખાટા સિદ્ધ કરતા પરસ્પર ધર્મના મતભેદને આગળ રાખીને લડે છે અને સીદાય છે. ૧૧૭,
आत्मज्ञानविकल्पो यः स तु श्रुतानुसारजः । निर्विकल्पं स्वभावेन, रागद्वेषविनिर्गतम् ॥ ११८ ॥
શાસ્ત્રના વચનેાને અનુસારે આત્મજ્ઞાનમય વિકલ્પ ઉત્પન્ન થાય છે તેના અનુભવથી યાન કરતા રાગ-દ્વેષના ક્ષય થાય છે. ત્યારે તેવા આત્મજ્ઞાની ચૈાગીએને સ્વભાવસિદ્ધ નિર્વિકલ્પ ચેાગથી પૂર્ણ આત્મ-સ્વરૂપને અનુભવ થાય છે. ૧૧૮.
नयादिसविकल्पेभ्यो, भिन्नं द्वैतविनिर्गतम् ।
अद्वैतं निर्विकल्पं तु ज्ञानं शुद्धाऽऽत्मवेदकम् ॥ ११९ ॥ નય–નિક્ષેપ—ભંગ આદિના અનુભવથી જે જે વિભિન્ન વિકલ્પ-સ’કલ્પ ઉત્પન્ન થાય છે, તેથી દ્વૈતના અનેકતાના અનુભવ ચાય છે. પણ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં એકત્વભાવમય અદ્વૈતરૂપ નિવિકલ્પજ્ઞાન ઉપયેાગી છે. કારણ તે નિર્વિકલ્પ જ્ઞાનથી જ શુદ્ધ-આત્મ-સ્વરૂપને અનુભવ છે. ૧૧૯.
निर्विकल्पं परब्रह्म, क्षयमात्रं मुहुर्मुहुः । पूर्णानन्दस्वरूपेण, मयाऽनुभूयते मयि ॥ १२०॥
હે ભવ્યાત્મા ! તુ સમ્યગ્-ધ્યાનથી નિવિકલ્પ પરબ્રહ્મનુ ધ્યાન પ્રત્યેક ક્ષણે નિરંતર કર, જેથી તને પૂર્ણ આનંદમય આત્મ-સ્વરૂપને અનુભવ થશે, મને પણ નિવિકલ્પક સમાધિથી પ્રત્યક્ષભાવ પૂર્ણાંનદ સ્વરૂપ પરમબ્રાના સાક્ષાત અનુભવ થાય છે. ૧૨૦,
For Private And Personal Use Only