________________
સાદ્યન્ત અવલોકન કરી સુધારા-વધારા કરી આપેલ છે. તે અમ જેવા અજ્ઞાની માટે ઉપકારક નીવડેલ છે તેઓનો ઉપકાર ભૂલાય તેમ નથી, તેઓશ્રીના ચરણે વંદના....
આ ગ્રંથનું કાર્ય કરવા પૂ. બહુશ્રુત શીલાંકાચાર્યની ટીકા તથા સ્થા.સં.ના ડુંગરશી મ. દ્વારા થયેલ અનુવાદ વિલોકન કરી અને પં. ઘેવરચંદ્રજી બાંઠીયા - વીરપુત્ર દ્વારા હીન્દી અનુવાદનો સહારો લીધેલ છે. તથા વીરપુત્ર દ્વારા હીન્દી ભાવાર્થને સુધારા સાથે આમાં સંમિલિત કરેલ છે જેથી હીન્દીભાષી વર્ગને અનુકુળતા સારી રહે તે હેતુથી જ આ કાર્ય કરેલ
છે.
આ ગ્રંથનો જ્ઞાનપિપાસુ આત્માઓ અભ્યાસ દ્વારા મોક્ષપથ પર પ્રગતિ કરતા રહે એ જ અભિલાષા.....
આ ગ્રંથના કાર્યમાં છદ્મસ્થાવસ્થાને કારણે જિનાજ્ઞા વિરૂધ્ધ કંઈ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્.....
સં. ૨૦૫૫, જેઠ.સુ.૫ કુંભોજગિરિતીર્થ
MM
STD
ગુરૂપાદ સેવી મુનિ વિક્રમસેનવિજય
00
=