________________
ભાષા
મહાપુરૂષો દ્વારા જે સેવાયેલ રત્નત્રયીની આરાધના કરવાની વિધિને આચાર કહેવાય છે. આચારને દર્શાવનાર જે સૂત્ર તે આચારાંગ, આ સૂત્રમાં સાધુઓની ચર્ચાની સાથે સંબંધ રાખવા વાળી વસ્તુઓનું વર્ણન છે જેમકેઆચાર - રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની આરાધના માટે જે થાય તે વિવિધ આચાર. ગોચરી - - ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ. વિનય " - જ્ઞાન અને જ્ઞાનવંતની તથા મોટાઓનો વિનય-ભક્તિ. વિનય - શિષ્યોનું સ્વરૂપ અને તેનો આચાર.
- ચાર પ્રકારની ભાષાનું સ્વરૂપ. ચરણસિત્તરિ - પાંચમહાવ્રત, દેશ શ્રમણધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ,
નવ વાડે બ્રહ્મચર્ય, ૧૨. પ્રકારે તપ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, ૪ કષાયોનો નિગ્રહ.
પ+૧૦+૧૭+૧૦+૯૧૨+૧+૧+૧+૪=૭0 કરણસિત્તરિ - ૪ પિંડવિશુધ્ધિ, પાંચ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ ભિક્ષુ પ્રતિમા, પાંચ
ઈન્દ્રિયદમન, ૨૫ પ્રકારે પડિલેહણા, ૩ ગુપ્તિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ભેદથી ચાર પ્રકારના અભિગ્રહ. ૪+૫+૧ ૨+૧૨+૫+૨૫+૪ = ૭૦
- સંયમરૂપ યાત્રાનું પાલન, વૃત્તિ - વિવિધ અભિગ્રહોને ધારણ કરી સંયમ પુષ્ટ રાખવું. આચારના સંક્ષિપ્તથી પાંચ ભેદ જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર.
‘જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષઃ ” સમ્યક જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મોક્ષ થાય છે. શુદ્ધ આચાર માટે આ બન્નેની આવશ્યક્તા છે એટલે જ પહેલું અંગ આચારાંગ બતાવેલ છે. કોઈ અપેક્ષાએ જ્ઞાન કરતા ક્રિયાની પ્રધાનતા હોવાથી ક્રિયારૂપ આચારને દર્શાવનારું આ સૂત્ર પ્રધાન છે એટલે જ પ્રથમ અંગ છે.
યાત્રા