________________
આ સૂત્રમાં ર શ્રુતસ્કંધ, પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન, બન્નેના મળી ૮૫ ઉદ્દેશા છે.
આ આચારાંગ સૂત્ર એટલે મુનિજીવનની મસ્તી માણવા તેની હસ્તી ટકાવવા, આત્માની દુર્ગતિ સસ્તી ન થાય અને પસ્તીના કિંમતની માફક આત્માની કિંમત ન અંકાય માટે અનેક આચારોને દર્શાવતું અનુપમ છે. આ સૂત્રનું વાંચન - અધ્યયન થાય તો જ મુનિપણાની સાચી દિશા પ્રાપ્ત થાય.
પૂ. નૂતન દિક્ષિત સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રથમ આચારના જ્ઞાનરૂપે જોગ કરાવી પ્રથમ દેશલૈકાલિકસૂત્ર બાદમાં ઉત્તરાધ્યયન સૂત્ર અને ત્યાર પછી શ્રી આચારાંગસૂત્રનો અભ્યાસ કરાવાય છે. તેમાં અમારા પૂ. દાદાગુરુદેવશ્રી લબ્ધિ સુ.મ.ના સમુદાયના પૂ. સંસ્કૃતવિશારદ કર્ણાટકકેશરી આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સાહેબે પ્રથમ ર સૂત્રોનો બાલજીવોને સંસ્કૃત - પ્રાકૃત ભાષાનો અર્થ સરળ-સુલભ થાય તે હેતુથી ગુજરાતી અનુવાદ, સં.છાયા, શબ્દાર્થ આદિ કરેલ, તે શ્રી લબ્ધિ-ભુવન સાહિત્ય સદન - છાણી દ્વારા પ્રકાશિત થયેલ છે. અને આ સંસ્થા દ્વારા શ્રી આચારાંગસૂત્ર પ્રથમ-શ્રુતસ્કંધનો ગુજરાતી અનુવાદરૂપે પ્રગટ થઈ રહેલ છે.
ના ગ્રંથમાં પ્રથમસૂત્ર-અક્ષરગમનિકા-અજવયાર્થ-ભાવાર્થ ગુજરાતી-હીદી આ પ્રમાણે અનુક્રમ રાખેલ છે. જેથી બને ભાષી પૂજ્યોને અર્થ સમજવામાં સુગમતા રહેશે. આવું પ્રકાશન પ્રથમ જ વાર પ્રકાશિત થઈ રહેલ છે.
આ ગ્રંથનું કાર્ય કરવાની પ્રેરણા ૩ વર્ષ અગાઉ સરલસ્વભાવી સાધ્વીવર્યા ઉદયપ્રભાશ્રી દ્વારા થયેલ અને તેનાથી અંશાત્મક જ્ઞાનની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો અને આત્માને આચાર વિશે સજાગતા પ્રગટી.....
આ ગ્રંથનું પ્રકાશન દેવગુરૂની અચિન્ય કૃપા તથા પૂ. આચાર્ય શ્રી પુણ્યાનંદ સુ.મ.ના શુભાશિષ દ્વારા જ પૂર્ણતાને પામી શક્યો છે. તે બદલ તેઓશ્રીના ચરણે વંદના...
આ ગ્રંથમાં અક્ષરગમનિકાના આલેખકે પૂ. જ્ઞાનાનંદી આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા. છે તેઓએ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.ની સમ્મતિથી સંપૂર્ણ