Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 11
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. મનુષ્ય એમાં કદિ પણ આળસ કરતા નથી. ગણધર મહારાજએ પણ ભવ્ય પ્રાણીઓના પ્રતિબંધને અર્થે દેવદુન્દુભિના નાદ સમાન દૂર દૂર પર્યન્ત સાંભળી શકાય એવી વાણીવડે ઉત્તમ દેશના દીધી. કહેવત છે કે હસ્તનક્ષત્રના મેઘ સર્વદા અમૃતને જ વર્ષાદ વરસાવે છે. દેશનામાં કહ્યું કે– - ભરતખંડમાં ઉત્પન્ન થતા સમસ્ત ધાન્યને એક જ ઢગલે કર્યો હોય તે ઢગલામાં કેઇ દેવતા એક ખોબો ભરીને સરસવ નાખે અને, ઉત્તમ દ્રવ્યોને અવલેહ બનાવનાર કે વૈદ્ય જેમ એ દ્રવ્યને પીસી-ઘુંટીને એકરૂપ બનાવી દે છે તેમ, એ સરસવના દાણાને પેલા ઢગલામાં એકદમ ભેળસેળ કરી નાખે–એવી રીતે કે ગમે એવી વૃદ્ધ અનુભવી સ્ત્રીઓ આવે તો ચે એ ઢગલામાંથી સરસવના દાણું વીણી જૂદા પાડવા દુર્લભ છે -તેવી જ રીતે જન્મ--જરા–અને મૃત્યુથી અવિમુકત એવી આ સંસાર–અટવીમાં ભ્રમણ કર્યા કરતો પ્રાણી પોતાને પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મ જે વૃથા હારી જાય છે તે પુન: એનરભવ પામવો પણ દુર્લભ છે. માટે હે શ્રોતાઓ! તમે આ ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કરીને, સર્વ અરિષ્ટનું નિવારણ કરનારા ધર્મને વિષે આદર કરે. આવે મનહર ઉપદેશ સાંભળીને અનેક જીવ પ્રતિબંધ પામ્યા. એમાં જેઓ વિશેષ બુદ્ધિશાળી હતા એમણે યથાશકિત વિરતિ અંગીકાર કરી અને બીજાઓએ નિર્મળ સમ્યકcવધર્મ માત્ર અંગીકાર કર્યો. * - એ શ્રોતાવર્ગમાં એક કઠિયારે હતો. એને એ ગણધરરાયના 2. નક્ષત્ર તારાઓનો સમૂહ–જુમખો. આકાશમાં ફરતા ચંદ્રમાના માર્ગમાં આવા 27 નક્ષત્રો આવે છે. હસ્ત નક્ષત્ર એમાંનું એક છે. ચંદ્રમાનો એની સાથે યોગ થયો હોય તે વખતે જે વર્ષાદ વરસે છે તે અમૃત જેવો અર્થાત મીઠા પાણીને હોય છે એમ કહેવાય છે. 3. દુર્ભાગ્યસંકટ. 4. સાંસારિક વિષયો–ભોગપભોગના પદાર્થો ઓછેવત્તે અંશે ત્યજ્યા. (વિરતિ=સાંસારિક વિષયો તરફ અભાવ). 5. જુઓ આ ચરિત્રનો બીજો ભાગ પૃષ્ટ ૨૨૩ની નોટ. 6. દીક્ષિત મુનિ અને આર્યાએ કેવી વસતિ એટલે મકાનમાં રહેવું એ સંબધી હકીકત આચારાંગ સૂત્રના ૧૧મા અધ્યયનના પહેલા ઉદ્દેશમાં સવિસ્તર સમજાવેલી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 163