________________
મહારાજ છે. સામ્ય એ શ્રી જિનશાસનનું પરમ રહસ્ય છે.–સામ્યની ઉપાસનાનું ખૂબ મહત્ત્વ છે. કોઈપણ ઉપાસના અંતે સામ્ય-સમતાભાવમાં પરિણમે તો જ તે મોક્ષનું કારણ બની રહે. એ “સામ્ય”નું સ્વરૂપ ખૂબ તલસ્પર્શી પણે ૧૦૬ સંસ્કૃત શ્લોકમાં દર્શાવેલ છે. જેમ જેમ એનો અભ્યાસ–સ્વાધ્યાય દ્વારા કરવામાં આવશે તેમ તેમ ભવ્ય આત્મા વિશિષ્ટ કોટિના સામ્યના સ્પર્શનો અનુભવ કરશે.
(૩) સમતા શતક :- ગુજરાતીમાં દોધક છંદમાં આ સંમતા શતકના રચયિતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ છે. આ મહાપુરુષ જૈન જગતમાં સારી રીતે પ્રસિદ્ધ છે. તેઓ જૈન શાસનના તત્ત્વોનાં સ્યાદ્વાદ શૈલીથી રહસ્યોને પામેલ એક મહાપુરુષ-જ્ઞાની પુરુષ છે. તેઓએ સંસ્કૃતમાં રચાયેલ સામ્ય શતક ગ્રંથના આધારે ગુજરાતી પદ્યરૂપે આ શતકની રચના કરેલી છે. આ ગ્રંથનો વિષય આત્મામાં સમભાવ કેળવવો, રાગદ્વેષના પ્રસંગે પૂર્ણ મધ્યસ્થ ભાવ રાખવો, વિષયો પ્રત્યે હેયભાવ જાગ્રત કરવો એ છે.
(૪) આત્મજ્ઞાનનાં સાધનો - આ વિષય કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યના “યોગશાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે. તે અનુવાદ સહિત આપવામાં આવ્યો છે. તેના વિષયો પણ ક્રમસર સાધકને આધ્યાત્મિક સાધનામાં આગળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી અહીં લેવામાં આવ્યા છે. તેમાં અનુક્રમે આધ્યાત્મિક વિષયની છણાવટ કરતાં બાર ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેનું ભાવભાસન થવાથી સાધક વૈરાગ્ય ભાવને દઢ કરી સાધનામાં વિષયોથી વિરક્ત થઈને કેમ આગળ વધવું તે દર્શાવવામાં આવ્યું છે.
આ વિષયોના સ્વાધ્યાય દ્વારા સાધક મુમુક્ષુઓ “વૈરાગ્ય તેમજ સમભાવ” રૂપી સાધનોને પોતાનામાં પ્રગટાવી માયાવી સેનાનો પરાજય કરી શકે એવી ભાવના ભાવવામાં આવે છે.
– પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયેલા
-
*
*
*