________________
(
પ્રસરાવની 5%
શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત શ્રી રાજસોભાગ આશ્રમમાં મુખ્યપણે આધ્યાત્મિક સાધના આધ્યાત્મિક સાધકો કરી રહ્યા છે. તેઓને સાધનામાં બળ મળતું રહે તે આશયથી પૂ.ભાઈશ્રી દ્વારા શ્રી રાજમાર્ગ યોગારોહણ પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે, અને તેના પરિપ્રેક્ષ્યમાં પ્રાયઃ દર માસે એક એકાંત મૌન આરાધના શિબિર અને આરાધના શિબિર એમ બે શિબિરોનું સંચાલન કરવામાં આવે છે. તે શિબિરોમાં મુખ્યપણે તો ધ્યાન ઉપર ભાર આપવામાં આવે છે. તે માટે બળ મળી રહે તેથી પ્રશિક્ષણ રૂપે (સ્વાધ્યાય રૂપે) આધ્યાત્મિક વિષયો લેવામાં આવે છે અને યથાર્થ સમજણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તે માટે ઉપયોગી થાય એવું પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેને અનુલક્ષીને નીચે પ્રમાણે વિષયોનું સંકલન પૂર્વે થયેલા આત્મજ્ઞાની પુરુષોએ રચેલ પુસ્તકોને આધારે કરવામાં આવ્યું છે, જે વિષે થોડુંક જોઈએ.
(૧) ભવવૈરાગ્ય શતકઃ જે જીવોને માર્ગની પ્રાપ્તિ ગુરુકૃપાથી થઈ છે અને તેનું આરાધન કરી રહ્યા છે, તે આરાધક જીવો ઝડપી આધ્યાત્મિક, પારમાર્થિક પ્રગતિ કરી શકે તે માટેના પાયાનો ગુણ વૈરાગ્ય-જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થવી જરૂરી છે, આવશ્યક છે. આ એક ગુણ પ્રગટાવવાથી તેના આધારે અનેક ગુણો પ્રગટે છે-“ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત - બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે (શ્રીમદ્ રાજચંદ્ર) માટે રત્નશેખરસૂરિજી કૃત “ભવ-વૈરાગ્ય શતક' વિષય લેવામાં આવ્યો છે. આ શતક એના નામ પ્રમાણે રાગદ્વેષનું ઝેર ઉતારી, ભવ્ય જીવોના અંતરમાં વૈરાગ્ય પલ્લવિત કરવાનું કાર્ય કરે છે. વર્તમાનકાળે પણ મોટા ભાગના સાધુ અવસ્થાના કે સાધક અવસ્થાના મુમુક્ષુ જીવો આ વૈરાગ્ય ગ્રંથનો સ્વાધ્યાય કરી, તેને વાગોળી વિચારી વૈરાગ્યને વધારવાનું કાર્ય કરે છે. ત્રણે પ્રકારના રાગ :- ૧. નેહરાગ, ૨. કામરાગ, અને ૩. દષ્ટિરાગને તથા વિવિધ પ્રકારના દ્વેષભાવોન ક્ષય કરવાનું સામર્થ્ય એની એક-એકથી ચઢિયાતી ગાથાઓમાં રહેલું છે.
(૨) સામ્ય શતક :- આ સામ્ય શતકના રચયિતા શ્રી વિજયસિંહસૂરિ