Book Title: Vachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331101/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 1 960 આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ વર્ષ 22 થી 34 પર્યત વયક્રમમાં શ્રીમદૂના કેટલાક અંગત અભિપ્રાયો આવી જાય છે. તે ઉપરાંત તેમનું આત્યંતર પરિણામ અવલોકન (Introspection) લખેલ ત્રણ હાથનોંધ (Memo-Books) પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ. હાથનોંધમાં સ્વાલોચનાથી ઉદ્ભવેલા પૃથ-પૃથક ઉગારો સ્વઉપયોગાથે ક્રમરહિત લખેલા છે. આ હાથનોંધમાં બે વિલાયતના બાંધાની છે, અને એક અહીંના બાંધાની છે. પ્રથમની બેમાંથી એકના પૂઠા ઉપર અંગ્રેજી વર્ષ 1890 નું, અને બીજામાં 1896 નું ‘કૅલેન્ડર' છે. અહીંવાળીમાં નથી. વિલાયતવાળી બન્નેનાં કદ ઇંચ 744.5 છે; અને અહીંવાળીનું કદ ઇંચ 6.75 44 છે. 1890 વાળીમાં 100, 1896 વાળીમાં 116, અને ત્રીજી અહીંવાળીમાં 60 પાનાં (Leaves) છે. આ ત્રણેમાં ઘણું કરી એકે લેખ ક્રમવાર નથી. દ્રષ્ટાંત તરીકે, 1890 વાળી હાથનોંધમાં લખવાનો પ્રારંભ બીજા પાના(ત્રીજા પૃષ્ઠ)થી ‘સહજ’ એ મથાળા નીચેનો લેખ જોતાં થયો જણાય છે. આ પ્રારંભલેખની શૈલી જોતાં તે અંગ્રેજી વર્ષ 1890 અથવા વિક્રમ સંવત 1946 માં લખાયો હોય એમ સંભવે છે. આ પ્રારંભલેખ બીજા પાના-ત્રીજા પૃષ્ઠ-માં છે, જ્યારે પ્રારંભલેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે 21 મા પૃષ્ઠમાં સંવત 1951 ના પોષ માસની મિતિનો લેખ છે. ત્યાર પછી 62 મા પૃષ્ઠમાં સંવત 1953 ના ફાગણ વદ 12 નો લેખ છે અને 97 માં પૃષ્ઠમાં સંવત 1951 ના માહ સુદ 7 નો લેખ છે; જ્યારે 130 મા પૃષ્ઠમાં જે લેખ છે તે સંવત 1947 નો સંભવે છે કેમકે તે લેખનો વિષય દર્શન-આલોચનારૂપ છે. જે દર્શન-આલોચના સંવત 1947 માં સમ્યગ્દર્શન (જુઓ હાથનોંધ પહેલીનો આંક 31 ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકારયું રે-) થવા પૂર્વે હોવા યોગ્ય છે. વળી 1896 એટલે સંવત 1952 વાળી હાથનોંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી કેમકે સંવત્ ૧૯૫ર વાળી નવી હાથનોંધ છતાં 1890 (1946) વાળી હાથનોંધમાં સંવત 1953 ના લેખો છે. સંવત 1952 (1896) વાળી હાથનોંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમકે 1896 વાળીમાં 27 પાનાં વાપર્યા છે, અને ત્યાર પછી તમામ કોરાં પડ્યાં છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખો છે. જેમ સંવત 1896 વાળી મેમોબુકમાં સંવત 1954 ના જ લેખ છે, તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે 1890 વાળીમાં સંવત 1953 ના જ લેખ હશે અને ત્યાર Page #2 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. પછીના નહીં હોય એમ પણ કહી શકવું શક્ય નથી. તેમ ત્રણે મેમોબુકમાં વચમાં વચમાં ઘણાં પાનાંઓ કેવળ કોરાં પડતર છે; અર્થાત એમ અનુમાન થાય છે કે, જ્યારે જે મેમોબુક હાથ આવી, અને ઉઘાડતાં જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત-ક્વચિત સ્વાલોચના પોતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખો વયક્રમમાં છે તે, અને આ ત્રણે મેમોબુક-લેખો સ્વાલોચના અર્થે છે; તેટલા માટે અમે આ હાથનોંધોને ‘આભ્યન્તરપરિણામઅવલોકન’ એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલોચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમંદતા, અનુભવ, સ્વવિચાર અર્થે લખેલાં પ્રશ્નોત્તર, અન્ય જીવોના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શનોદ્ધાર યોજનાઓ આદિ સંબંધે અનેક ઉગારો છે, જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા(સંજ્ઞા)માં છે. હાથનોંધ-૧ [હાથનોંધ 1, પૃષ્ઠ 1 ]. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. 1 સંવત 1977 માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન’ ' , સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. 1. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો. 2. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. 3. જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દ્રશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ઘાણંદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. 4. તે બે ઇંદ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેંદ્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. 5. એ ત્રણ ઇંદ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. 6. એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. 7. તે પાંચે ઇંદ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઇંદ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી, પણ તેનાથી પર છે, ઇત્યાદિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 8. તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી, પણ તેથી પર છે, ઇત્યાદિ. 9. આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ. જેવાં કે : 1) કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. 2) નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. 3) પશુ પક્ષી આદિ તિર્યંચ. 4) નારકી દેવતા આદિ. 5) પાંચે જાતના એકેંદ્રિય. 6) ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. 7) નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. 8) હરેક પ્રકારનાં કારખાનાદિ. 10. હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલા છે તે પણ. 11. એમ બધાંને બાદ કરતાં છેવટ પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. 1) કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. 2) પાંચે ઇંદ્રિયો વગેરે. 3) માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમકે :4) બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિહવા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. ઉપર બતાવેલા મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા યોગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે ? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? પ્રત્યક્ષ એવા સરૂની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સદ્ગુરૂની હાજરી હોય તો શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરુણાશીલ, જેના દરેક પરમાણમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મસંબંધ, મોક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથાપ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવા યોગ્ય શા પ્રકારે છે ? જીવનું વ્યાપકપણું, સામાન્યવિશેષાત્મક્તા, પરિણામીપણું, લોકાલોકજ્ઞાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે ? એક જ જીવ નામનો પદાર્થ જુદાં જુદાં દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે, તેનો કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી ? બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે ગુટી જાય છે. આવા ભાંગ્યા ગુટ્ય વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ, સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. સહજ (હાથનોંધ 1, પૃષ્ઠ 3) જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી, તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગવાળો વાળો છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. ‘એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.’ ‘કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં.’ માત્ર કેટલાક દેહધારીઓ હતા, જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ? (નેપચ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતાં નથી. દુઃખથી બિચારાં પરાધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. બેઇંદ્રિય જીવો કેમ આવ્યા નથી ? (નેપચ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ. તેઓ બિચારાંને કેટલું બધું દુઃખ છે ? તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્ય, એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો. પછી બીજી વાત કરો. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જમ્યો. (નેપથ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યક હતું ? હા.” સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુઃખી કેમ દેખાય ? ‘દુ:ખી હોય તે દુ:ખી, અને સુખી હોય તે સુખી દેખાય.” ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ? ‘જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે.’ ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું ? ‘નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ.’ ચાલો ત્યારે તે ઇદ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યફદ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં. આત્યંતર પરિણામ અવલોકન પણ, નેપચ્ય)- આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું છે ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. ‘જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી.” Page #7 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. એટલી બધી બેદરકારી ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ; તમે શું કહો છો ? “એને આમંત્રણઅનામંત્રણથી કંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે.’ એ મને બતાવો. એકદમ-બહુ ત્વરાથી. ‘તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ.’ અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ.........અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. ‘ક્રમે કરીને થઈ શકશો.” તે ક્રમ બમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત તે જ પદ જોઈએ. ‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.” “થવું નહીં સંભવે” એ તમારાં વચન તમે પાછાં લો. ક્રમ ત્વરાથી બતાવો, અને તે પદમાં તુરત મોકલો. ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.” ઇછ્યું કે તેઓ આવ્યા; તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ? ‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.” એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં 4-5-6-7-8-9-10-12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગયું તેના જ આરાધક યોગીઓ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 4 થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત સુધી તેમને અંતરાય અંતરાય શો ? કરવા માટે તત્પર થાય એટલે થયું. વૃદ્ધ :- તમે ત્વરા ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમત થઉં છું. વૃદ્ધ :- આ ‘પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે. બાકી ‘૪'ના પ્રમાણે છે. ‘દુ' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. '0' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. '8-9-10' તેના કરતાં ક્રમે ઉજ્વળ, પણ તે જ જાતિના છે. ‘૧૧'ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો. પિતાજી, તમે મહાભાગ્ય છો. આવા અંક કેટલા છે ? વૃદ્ધ :- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. '13-14' તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. '13' યત્કિંચિત આવે, પણ 'પૂ૦ક0 હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી. (નેપચ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું.” ચાલો. 4 થી 11- 12 સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું, અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધ મારા મનોગત ભાવ જાણીને કહ્યું- એ જ તમારો કલ્યાણમાર્ગ. જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો. ઊઠીને ભળી ગયો. (સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ) 1 પૂર્વકર્મ. Page #9 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ.) (હાથનોંધ 1, પૃષ્ઠ 18) આત્મસાધન દ્રવ્ય- હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ- અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. [હાથનોંધ 1, પૃષ્ઠ 19 ]. વચનસંયમ વિચનસંયમ મનોસંયમ મનોસંયમ મનોસંયમ. કાયસંયમ કાયસંયમ કાયસંયમ. Page #10 -------------------------------------------------------------------------- ________________ 10 Errorl Reference source not found. Error! Reference source not found. કાયસંયમ. ઇન્દ્રિયસંક્ષેપતા, આસનસ્થિરતા. ઇન્દ્રિયસ્થિરતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ. મૌનતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. | વચનસંક્ષેપ, વચનગુણાતિશયતા. મનોસંયમ. મનઃસંક્ષેપતા, મનઃસ્થિરતા. આત્મચિંતનતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ. દ્રવ્ય- સંયમિત દેહ. ક્ષેત્ર- નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર. કાળ- યથાસૂત્ર કાળ. ભાવ- યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર. (હાથનોંધ 1, પૃષ્ઠ 21) સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. Page #11 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 10 (હાથનોંધ 1,પૃષ્ઠ 25) એ જ સ્થિતિ એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તો કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ........લો. વિભંગ જ્ઞાન-દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બોધ્યો છે, તે સમ્યફ થવા ચાતું મુદ્રા જોઈએ. ચાતું મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. પુનર્જન્મ છે - જરૂર છે - એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તો દુ:ખદાયક છે, અને માનું તો સુખદાયક પણ છે. (હાથનોંધ 1, પૃષ્ઠ 26) એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. વિકરાળ કાળ !... વિકરાળ કર્મ !... વિકરાળ આત્મા ! જેમ ... પણ એમ .. હવે ધ્યાન રાખો. એ જ કલ્યાણ. (હાથ નોંધ 1, પૃષ્ઠ 27) Page #12 -------------------------------------------------------------------------- ________________ 12 Errorl Reference source not found. Error! Reference source not found. એટલું જ શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. 12 મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, 'ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિમેં સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું ?........... ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તેબ........ આપ આપકું ભૂલ ગયા, ઇનસેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, 1 નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. રહે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહૉસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; [ હાથનોંધ 1, પૃષ્ઠ 30 ] આપ મિલન નય બાપકો, *............. 1 મૂળ હાથનોંધમાં આ ચરણો નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. 2 પાઠાંતર :- ક્યા ઇચ્છત ? ખોવત સખે ! Page #13 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 13 [હાથનોંધ 1, પૃષ્ઠ 33 ] એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો .પ્રકાશ હતો; - ઝંખાશ હતી. મંત્રીએ આવીને તેને કહ્યું, આપ શું વિચારણામાં પરિશ્રમ લો છો ? તે યોગ્ય હોય તો આ દીનને દર્શાવી ઉપકૃત કરશો. [હાથનોંધ 1, પૃષ્ઠ 35 ] હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમાં, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; 1 નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસેં દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. 1 પાઠાન્તર :- હોત ન્યૂનસે ન્યૂનતા. Page #14 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિલંગ; જબ જાગેંગે આતમાં, તબ લાગેંગે રંગ. 15 [હાથનોંધ 1, પૃષ્ઠ 37 ] અનુભવ. 16 [હાથનોંધ 1, પૃષ્ઠ 39 ] એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી. પોતાનો ક્રમ નિશ્ચળ કરો. તેની ચોબાજુ નિવૃત્ત ભૂમિકા રાખો. આ દર્શન થાય છે તે કાં વૃથા જાય છે ? એનો વિચાર પુનઃ પુનઃ વિચારતાં મૂર્છા આવે છે. સંતજનોએ પોતાનો ક્રમ મૂક્યો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણે દુર્લભ તે દુર્લભ જ છે [હાથનોંધ 1, પૃષ્ઠ 43 ] પ્રકાશભુવન ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળો - તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બોધ થયો છે, અને થાય છે, પરંતુ તે વિલંગરૂપ છે. આ બોધ સમ્યફ છે. તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મોહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે. સમ્યક બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તોપણ જે છે તે યોગ્ય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. એ સમજીને હવે ઘટતો માર્ગ લો. કારણ શોધો મા, ના કહો માં, કલ્પના કરો મા. એમ જ છે. એ પરષ યથાર્થવક્તા હતો. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહોતું. [હાથનોંધ 1, પૃષ્ઠ 46 ] મોટું આશ્ચર્ય છે કે નિર્વિકાર મનના મુમુક્ષઓ જેનાં ચરણની ભક્તિ, સેવા ઇચ્છે છે તેવા પુરુષને એક ઝાંઝવાના પાણી જેવી,.... 19 [હાથનોંધ 1, પૃષ્ઠ 47 ] તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ? લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહનો જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. 20 [ હાથનોંધ 1, પૃષ્ઠ 49 ] કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. જાણે કોઈ વિરલા યોગી. Page #16 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. કોઈ બ્રહ્મરસના ભોગી. 21 [હાથનોંધ 1, પૃષ્ઠ 51 ] ૨-૨-૩માં-૧૯૫૧ દ્રવ્ય, એક લક્ષ. ક્ષેત્ર, મોહમયી. કાળ, માં.વ. ભાવ, ઉદયભાવ. દ્રવ્ય - એક લક્ષ ઉદાસીન ક્ષેત્ર - મોહમયી કાળ 8-1 ઇચ્છા. ભાવ - ઉદયભાવ | પ્રારબ્ધ. [હાથનોંધ 1, પૃષ્ઠ પર ] સામાન્ય ચેતન સામાન્ય ચૈતન્ય 1 સં. 1951 પોષ વદ 2. Page #17 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 17 Error! Reference source not found. વિશેષ ચૈતન્ય વિશેષ ચેતન નિવિશેષ ચેતન (ચૈતન્ય) સ્વાભાવિક અનેક આત્મા (જીવ) નિગ્રંથ. સોપાધિક અનેક આત્મા (જીવ) વેદાંત. [હાથનોંધ 1, પૃષ્ઠ 53 ] ચક્ષુ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે). 24 [હાથનોંધ 1, પૃષ્ઠ પપ ] જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વત્તે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. 25 [હાથનોંધ 1, પૃષ્ઠ 56] ધ્યાન. ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન-ધ્યાન. Page #18 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન. [હાથનોંધ 1, પૃષ્ઠ 57]. ચિદ્ધાતુમય, પરમશાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ - ઘન તેનું ધ્યાન કરો. જ્ઞા, વી દ૦ 10 મો અંo Page #19 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 19 Error! Reference source not found. -નો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત ચાર એવાં ના૦ ગોળ આ૦ વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિમૂર્તિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. [હાથનોંધ 1, પૃષ્ઠ 58] વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ યુગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદામ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુ:ખોને અનુભવે છે. 28 [હાથનોંધ 1, પૃષ્ઠ 59 ]. પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 60] શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇંદ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી. 30 [હાથનોંધ 1, પૃષ્ઠ 61]. પ્રાણ, સોહં વાણી, અનહદ તેનું ધ્યાન કરવું. રસ. 31 [હાથનોંધ 1, પૃષ્ઠ 62] સંવત 1953 ના ફા. વદિ 12, ભોમવાર જિન | મુખ્ય આચાર્ય. સિદ્ધાંત પદ્ધતિ ધર્મ. શાંત રસ અહિંસા મુખ્ય. Page #21 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. લિંગાદિ વ્યવહાર જિનમુદ્રા સૂચક. મતાંતર સમાવેશ શાંત રસ | પ્રવહન. જિન અન્યને ધર્મ પ્રાપ્તિ. આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 1 801 લોકાદિ સ્વરૂપ- સંશયની | નિવૃત્તિ સમાધાન જિન પ્રતિમા કારણ કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું, અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું. કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન - 32 [હાથનોંધ 1, પૃષ્ઠ 63 ] ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાળીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકા ક્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાચું રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય [હાથનોંધ 1, પૃષ્ઠ 64] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; Page #22 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે, ધન્ય૦ આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦ 33 [હાથનોંધ 1, પૃષ્ઠ 67] कम्मदव्वेहि सम्म, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. 34 [હાથનોંધ 1, પૃષ્ઠ 73 ] સમ્યક્દર્શન સ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવાં ઘટે છે. આત્મા છે એ મસ્તિષ. કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્યપ. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આત્મા કર્મનો કર્તા છે; એ સ્તૂપ. આત્મા કર્મનો ભોક્તા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 1, પૃષ્ઠ 74 ] તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. 35 [હાથનોંધ 1, પૃષ્ઠ 80]. | આત્મા- | વેદાંત જૈન | સાંખ્ય યોગ | તૈયાયિક બૌદ્ધ | નિત્ય અનિત્ય પરિણામી અપરિણામી + | સાક્ષી + | સાક્ષી-કર્તા + 36 [હાથનોંધ 1, પૃષ્ઠ 81]. સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 24 Error! Reference source not found. વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે. 37 [હાથનોંધ 1, પૃષ્ઠ 87] શ્રીમાન મહાવીરસ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો - ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો ? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેનો હેતુ શો ? જે પુરુષ સદગુરૂની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છેદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. 38 [હાથનોંધ 1, પૃષ્ઠ 89 ] સર્વસંગ મહાસવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી ? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે ? વૈશ્યવેષે અને નિર્ગથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લોકદ્રષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિર્ગથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે, જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું Page #25 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિર્ગથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિર્ગથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. [હાથનોંધ 1, પૃષ્ઠ 90 ] તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની [ હાથનોંધ 1, પૃષ્ઠ 91 ] તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પ કાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે, કેમકે દીર્ધકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે, એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 1, પૃષ્ઠ 92] જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમકે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વ? કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. 39 [હાથનોંધ 1, પૃષ્ઠ 93 ] મૌનદશા ધારણ કરવી ? વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો ? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દ્રષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ? કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે - એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 94 ] Page #27 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન સ્વરૂપે અંતર્મુહર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગમાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગમાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તોપણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ બાધ છે ? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે. 40 [ હાથનોંધ 1, પૃષ્ઠ 96 ] ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે. એવો નિશ્ચય રહે છે. તે યોગ હજી કંઈ દૂર સંભવે છે, કેમકે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈક વિશેષ કાળ જશે. 41 [ હાથનોંધ 1, પૃષ્ઠ 97 ] માહ સુદ 7 શનિવાર - વિક્રમ સંવત 1951 ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે. 42 [ હાથનોંધ 1, પૃષ્ઠ 98 ] अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं / Page #28 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 43 [ હાથનોંધ 1, પૃષ્ઠ 100 ] કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. 44 [ હાથનોંધ 1, પૃષ્ઠ 101 ] હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તોપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જોકે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તોપણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદદ્રષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! 45 [ હાથનોંધ 1, પૃષ્ઠ 102 ]. હે જીવ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળ સંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! Page #29 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવો તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તોપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વ છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વત્તે કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. 46 [ હાથનોંધ 1, પૃષ્ઠ 103 ]. સં૦ 1951 ના વૈશાખ સુદ 5 સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન, સં. 1951 ના વૈશાખ સુદ 14 ભોમે. 47 [ હાથનોંધ 1, પૃષ્ઠ 105 ] લયોપશમી જ્ઞાન વિકળ થતાં શી વાર ? 48 [ હાથનોંધ 1, પૃષ્ઠ 106 ] જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.” 49 [ હાથનોંધ 1, પૃષ્ઠ 108 ] વીતરાગદર્શન ઉદ્દેશપ્રકરણ. સર્વજ્ઞમીમાંસા, Page #30 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. ષદર્શન અવલોકન. વીતરાગઅભિપ્રાયવિચાર. વ્યવહારપ્રકરણ. મુનિધર્મ. આગારધર્મ. મતમતાંતરનિરાકરણ. ઉપસંહાર. પ0 [ હાથનોંધ 1, પૃષ્ઠ 110 ] નવતત્ત્વવિવેચન. ગુણસ્થાનકવિવેચન. કર્મપ્રકૃતિવિવેચન. વિચારપદ્ધતિ. શ્રવણાદિવિવેચન. બોધબીજસંપત્તિ. જીવાજીવવિભક્તિ. શુદ્ધાત્મપદભાવના. [ હાથનોંધ 1, પૃષ્ઠ 111 ] અંગ. ઉપાંગ. Page #31 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. મૂળ. છેદ. આશયપ્રકાશિતા ટીકા. વ્યવહાર હેતુ. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિદ્ધિ. વ્યવહારવિસ્તારનું પર્યવસાન. અનેકાંતદ્રષ્ટિ હેતુ. સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન. ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ. લોકવર્ણન સ્થૂળત્વ હેતુ. વર્તમાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાનો અનુક્રમ. 52 [ હાથનોંધ 1, પૃષ્ઠ 113 ] મૂળ લોકસંસ્થાન ? ધર્મઅધર્મઅસ્તિકાયરૂપ દ્રવ્ય ? સ્વાભાવિક અભવ્યત્વ ? અનાદિ અનંત સિદ્ધિ ? અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આત્મા સંકોચે વિકાસે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત શા માટે નહીં ? કેવળજ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લોકસ્થિતિમર્યાદા હેતુ ? શાશ્વતવસ્તુલક્ષણ ? ઉત્તર તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિ હેતુ ? દુષમસુષમાદિ કાળ ? મનુષ્યઊંચત્વાદિપ્રમાણ ? અગ્નિકાયાદિનું નિમિત્તયોગે એકદમ ઉત્પન્ન થવું ? એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના ? પ3 [ હાથનોંધ 1, પૃષ્ઠ 114 ] હેતુ અવ્યક્તવ્ય ? એકમાં પર્યવસાન શી રીતે થઈ શકે છે ? અથવા થતું નથી ? વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે? 54 [ હાથનોંધ 1, પૃષ્ઠ 115 ] સ્વસ્થિતિ-આત્મદશા સંબંધે વિચાર. Page #33 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. તથા તેનું પર્યવસાન ? ત્યાર પછી લોકોપકારપ્રવૃત્તિ ? લોકોપકારપ્રવૃત્તિનું ધોરણ. વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે ? પપ [ હાથનોંધ 1, પૃષ્ઠ 117 ] આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાનો સંયમ સઉપયોગપણે કરવો ઘટે છે. - 56 [ હાથનોંધ 1, પૃષ્ઠ 118 ] ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં. 57 [ હાથનોંધ 1, પૃષ્ઠ 120 ]. હે યોગ, Page #34 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 34 Error! Reference source not found. 58 [ હાથનોંધ 1, પૃષ્ઠ 121 ] એક ચૈતન્યમાં આ સર્વ શી રીતે ઘટે છે ? 59 [ હાથનોંધ 1, પૃષ્ઠ 122 ] જો આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યો તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે. 60 [ હાથનોંધ 1, પૃષ્ઠ 124 ] જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. વિષયાર્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે, કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે. નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે - નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. 61 [ હાથનોંધ 1, પૃષ્ઠ 126 ] Page #35 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 35 Error! Reference source not found. સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. શo જે જિને દૈતનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવહુ કહ્યો છે, કર્તા ભોક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય ? કેવળ અદ્વૈત - અને [ હાથનોંધ 1, પૃષ્ઠ 127 ] સહજે નિર્વિકલ્પ સમાધિનું કારણ એવો જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે. યદ્યપિ એક વાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મોક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે. શo એમ જો તમે ધારો છો તો કોઈ રીતે નિર્ણયનો સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે, તે તે દર્શન માટે અવિકળતા માને છે. 30 યદ્યપિ એમ હોય તો તેથી અવિકળતા ન ઠરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે. શo જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણો છો તે પ્રકારને તમે કહો; અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો. 62 [હાથનોંધ 1, પૃષ્ઠ 130] પ્રત્યક્ષ અનેક પ્રકારનાં દુ:ખને તથા દુ:ખી પ્રાણીઓને જોઈને, તેમ જ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શો છે? તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે ? અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા યોગ્ય છે ? તેમ જ જગતની વિચિત્ર રચનાનું અંતસ્વરૂપ શું છે, એ આદિ પ્રકારને વિષે વિચારદશા ઉત્પન્ન થઈ છે Page #36 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષોએ ઉપર કહ્યા તે વિચારો વિષે જે કંઈ સમાધાન આપ્યું હતું. અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલોચના કરી. તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનોનો વિચાર કર્યો. તે આલોચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું. અને પ્રસંગે પ્રસંગે મથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણો દેખાયાં. 63 [હાથનોંધ 1, પૃષ્ઠ 132 ] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી કહ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઈ શા માટે આવે નહીં ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશી છે, તેનો કંઈ બીજો રહસ્યાર્થ છે ? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમુર્તાકારે છે, તેમ હોવામાં કંઈ રહસ્યાર્થ છે ? લોકસંસ્થાન સદૈવ એક સ્વરૂપે રહેવામાં કંઈ રહસ્યાર્થ છે ? એક તારો પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ? શાશ્વતપણાની વ્યાખ્યા શું ? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેનું શું કારણ છે ? 64 [હાથનોંધ 1, પૃષ્ઠ 133 ] Page #37 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે? અત્રે જો એવું દ્રષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસસાપરિણામી પુદગલરમિથી પ્રતિબિંબિત થાય છે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? 65 [હાથનોંધ 1, પૃષ્ઠ 136 ] આહારનો જય, આસનનો જય, નિદ્રાનો જય, વાસંયમ, જિનોપદિષ્ટ આત્મધ્યાન. " આત્મધ્યાન શી રીતે ? જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. શું વિચારતાં, શું માનતાં, શી દશા થતાં ચોથું ગુણસ્થાનક કહેવાય ? શાથી ચોથે ગુણસ્થાનકેથી તેરમે ગુણસ્થાનકે આવે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 148 ] વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. Page #38 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 150 ] જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારનો પદાર્થસ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. 68 [હાથનોંધ 1, પૃષ્ઠ 152 ] ગુણાતિશયતા શું ? તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું ? વિશેષ હેતુ શો ? જો જિનસમત કેવળજ્ઞાન લોકાલોકજ્ઞાયક માનીએ તો તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહારાદિ ક્રિયા શી રીતે સંભવે ? વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિનો હેતુ શો ? 69 [હાથનોંધ 1, પૃષ્ઠ 154 ]. મતિ, શ્રત, Page #39 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. અવધિ, મન:પર્યવ, પરમાવધિ, કેવલ, 70 [હાથનોંધ 1, પૃષ્ઠ 155 ]. પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલોકનું ? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, પરમાણુસમૂહ અનંત છતાં અનંતપણાનો સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય ? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. સહજ ઉપયોગ તે જ્ઞાન છે; તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. કેમકે પ્રથમ સિદ્ધ કોણ? પ્રથમ જીવપર્યાય કયો ? પ્રથમ પરમાણુપર્યાય કયો ? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવા યોગ્ય રસ્તો દેખાય છે. 11 [હાથનોંધ 1, પૃષ્ઠ 156 ] કંઈ પણ છે ? શું છે ? શા પ્રકારે છે ? જાણવા યોગ્ય છે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 40 Error! Reference source not found. જાણવાનું ફળ શું છે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 157 ] બંધનો હેતુ શો છે ? પુગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ? જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે. અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ? અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્વાન કે તેમ નહીં ? [હાથનોંધ 1, પૃષ્ઠ 158 ]. મૂર્ત એવાં પુદગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ? ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતાં તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણામીપણું છે. ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે? [હાથનોંધ 1, પૃષ્ઠ 159 ] દ્રવ્ય એટલે શું ? ગુણ પર્યાય વિના તેનું બીજુ શું સ્વરૂપ છે ? કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન ઠરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 72 [હાથનોંધ 1, પૃષ્ઠ 162 ] જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. દ્રષ્ટ વસ્તુ પરથી અદ્રષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે. જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો - 1 અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. 2 સંકોચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે તે સંકોચ, વિકાસ અરૂપીને વિષે હોવા યોગ્ય છે ? તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે ? 3 નિગોદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે ? 4 સર્વ દ્રવ્ય ક્ષેત્રાદિની પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે ? 5 આત્મામાં યોગે વિપરિણામ છે ? સ્વભાવે વિપરિણામ છે ? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે ? સંયોગી સત્તા છે? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 163 ] 6 હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે ? સ્વસ્વભાવનું ? પુદ્ગલસંયોગનું કે તેથી વ્યતિરિક્ત ? 7 જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લોકવ્યાપકપ્રમાણ આત્મા ન થવાનું કારણ શું ? 8 જ્ઞાન ગુણ અને આત્મા ગણી એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત જ્ઞાનવ્યતિરિક્ત માનવો તે કેવી અપેક્ષાએ ? જડત્વભાવે કે અન્યગુણ અપેક્ષાએ ? 9 મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે છે ? 10 શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે ? 11 Page #42 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 42 Error! Reference source not found. [હાથનોંધ 1, પૃષ્ઠ 165 ]. જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તેનો હેતુ શો હોવો જોઈએ તે વિચારવા યોગ્ય છે. દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જો જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે. 74 [હાથનોંધ 1, પૃષ્ઠ 166 ]. જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજશક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહતકાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા. અત્રે તે પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે. તે વિરોધનાં કારણો પણ અત્રે લખ્યાં છે. 1 અનિર્ણયથી 2 વિશેષ સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોવાથી. 3 બ્રહ્મચર્યનું ધારણ. Page #43 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 43 Error! Reference source not found. 75 [હાથનોંધ 1, પૃષ્ઠ 167 ] સોહં (મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે.) કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે તેનો હેતુ શો હોવો જોઈએ ? આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય ? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે ? આત્માનું સ્વરૂપ શા પ્રકારે ? કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે ? 76 [હાથનોંધ 1, પૃષ્ઠ 168 ] પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમનક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશપ્રમાણપણા માટે વિશેષ વિચારયોગ્ય છે. પ્ર0- પરમાણુ એકપ્રદેશાત્મક, આકાશ અનંતપ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાતપ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી, મધ્યમ પરિણામી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે. ઉ0 [હાથનોંધ 1, પૃષ્ઠ 169 ] અમૂર્તપણાની વ્યાખ્યા શું ? અનંતપણાની વ્યાખ્યા શું ? આકાશનું અવગાહકધર્મપણું શા પ્રકારે ? Page #44 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 44 Error! Reference source not found. મૂર્તમૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે? વસ્તુસ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય ? ક્રોધાદિભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે ? પરિણામીપણે જો કહીએ તો સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું ક્યાંય અનુભૂત થતું નથી. વિવર્તપણે જો ગણીએ તો સાક્ષાત બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવવો સંભવે છે. 78 [હાથનોંધ 1, પૃષ્ઠ 170 ] જિનને અભિમત કેવળદર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શો છે ? 79 [હાથનોંધ 1, પૃષ્ઠ 171 ] જિનને અભિમતે. આત્મા અસંખ્યાતપ્રદેશી, (?) સંકોચવિકાસનું ભાજન, અરૂપી, લોકપ્રમાણ પ્રદેશાત્મક. [હાથનોંધ 1, પૃષ્ઠ 172 ] જિન. મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિણામિકપણું (2) આત્મામાં કેમ ઘટે ? કર્મબંધનો હેતુ આત્મા કે પુગલ, કે ઉભય કે કંઈ એથી પણ અન્ય પ્રકાર ? મુક્તિમાં આત્મઘન ? દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું ? બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે ? સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ બાદ કરી વિચારીએ તો એક છે કે કેમ ? આત્મા ગણી જ્ઞાન ગણ એમ કહેવાથી કથંચિત આત્માનું જ્ઞાનરહિતપણું ખરું કે નહીં ? જો જ્ઞાનરહિત-આત્મપણું સ્વીકારીએ તો જડ બને ? ચારિત્ર, વીર્યાદિ ગુણ કહીએ તો જ્ઞાનથી Page #45 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 45 Error! Reference source not found. તેનું જુદાપણું હોવાથી તે જડ ઠરે તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે ? અભવ્યત્વ પારિણામિકભાવે શા માટે ઘટે ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવ દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ તો એક વસ્તુ ખરી કે નહીં ? દ્રવ્યપણું શું ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશનું સ્વરૂપ વિશેષ શી રીતે પ્રતિપાદન થઈ શકે છે? લોક અસંખ્યપ્રદેશ અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન શા પ્રકારે છે ? આત્મામાં પારિણામિકતા? મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું ? અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 173 ] વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતાં નથી ? આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કહ્યો છે તેનું શું સમાધાન છે ? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્માના ના વિના બંધ, મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી. [હાથનોંધ 1, પૃષ્ઠ 174 ] જૈનમાર્ગ 1 લોકસંસ્થાન. 2 ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય. 3 અરૂપીપણું. 4 સુષમ દુષમાદિ કાળ. 5 તે તે કાળે ભારતાદિની સ્થિતિ, મનુષ્ય ઊંચત્વાદિપ્રમાણ. Page #46 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 46 Error! Reference source not found. 6 નિગોદ સૂક્ષ્મ. 7 ભવ્ય, અભવ્ય નામે બે પ્રકારે જીવ. 8 વિભાવદશા, પારિણામિક ભાવે. 9 પ્રદેશ અને સમય તેનું વ્યાવહારિક પારમાર્થિક કંઈ સ્વરૂપ. 10 ગુણસમુદાયથી જુદું કંઈ દ્રવ્યત્વ. 11 પ્રદેશસમુદાયનું વસ્તુત્વ. 12 રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણપણું. 13 પ્રદેશનું સંકોચાવું, વિકાસાવું. 14 તેથી ઘનપણું કે પાતળાપણું. 15 અસ્પર્શગતિ. 16 એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું - અથવા તે જ સમયે લોકાંતરગમન. 17 સિદ્ધસંબંધી અવગાહ. 18 અવધિ, મનઃપર્યવ અને કેવળની વ્યાવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા; - જીવની અપેક્ષા તથા દ્રશ્ય પદાર્થની અપેક્ષાએ. [હાથનોંધ 1, પૃષ્ઠ 175 ] ‘મતિશ્રતની વ્યાખ્યા - તે પ્રકારે.' 19 કેવળજ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા. 20 ક્ષેત્રપ્રમાણની બીજી કંઈ વ્યાખ્યા. 21 સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્વ પર વિચાર. 22 કેવળજ્ઞાન વિના જીવસ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. 23 વિભાવનું ઉપાદાનકારણ. Page #47 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 47 Error! Reference source not found. 24 તેમ તથાપ્રકારનો સમાધાનયોગ્ય કોઈ પ્રકાર. 25 આ કાળને વિષે દશ બોલનું વ્યવચ્છેદપણું, તેનો અન્ય કંઈ પણ પરમાર્થ. 26 બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે. 27 વીર્યાદિ આત્મગુણ ગણ્યા છે તેમાં ચેતનપણું. 28 જ્ઞાનથી જુદું એવું આત્મત્વ. 29 જીવનો સ્પષ્ટ અનુભવ થવાના ધ્યાનના મુખ્ય પ્રકાર, વર્તમાનકાળને વિષે. 30 તેમાં પણ સર્વોત્કૃષ્ટ મુખ્ય પ્રકાર. 31 અતિશયનું સ્વરૂપ. 32 લબ્ધિ (કેટલીક) અદ્વૈતતત્વ માનતાં સિદ્ધ થાય એવી માન્ય છે. [ હાથનોંધ 1, પૃષ્ઠ 176 ]. 33 લોકદર્શનનો સુગમ માર્ગ- વર્તમાનકાળે કંઈ પણ. 34 દેહાંતદર્શનનો સુગમ માર્ગ- વર્તમાનકાળે. 35 સિદ્ધત્વપર્યાય સાદિ અનંત, અને મોક્ષ અનાદિ અનંત) 36 પરિણામી પદાર્થ, નિરંતર સ્વાકારપરિણામી હોય તોપણ અવ્યવસ્થિત પરિણામીપણું અનાદિથી હોય તે કેવળજ્ઞાનને વિષે ભાસ્યમાન પદાર્થને વિષે શી રીતે ઘટમાન ? 83 [હાથનોંધ 1, પૃષ્ઠ 180 ] 1 કર્મવ્યવસ્થા. 2 સર્વજ્ઞતા. 3 પારિણામિકતા. 4 નાના પ્રકારના વિચાર અને સમાધાન. 5 અન્યથી ન્યૂન પરાભવતા. Page #48 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 48 Error! Reference source not found. 6 જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત અવિકળપણું - નહીં તો નહીં. [હાથનોંધ 1, પૃષ્ઠ 181 ] મોહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને આઠ મહિના અને દશ દિવસ બાકી છે, અને તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. બીજે ક્ષેત્રે ઉપાધિ (વ્યાપાર) કરવાના અભિપ્રાયથી મોહમયી ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે છે, એમ નથી. પણ જ્યાં સુધી સર્વસંગપરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિષેનો વિચાર કર્તવ્ય છે. ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે. જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારનો વિચાર કર્તવ્ય છે, કેમકે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણ છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 182 ] ભૂ બ્રહ્મ. સ્થાપના: ધ્યાન. મુખઃ યોગબળ. બ્રહ્મગ્રહણ. નિગ્રંથાદિ સંપ્રદાય. ધ્યાન. નિરૂપણ. યોગબળ. ભૂ, સ્થાપના, મુખ. સર્વદર્શન અવિરોધ. Page #49 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 49 Error! Reference source not found. સ્વાયુ-સ્થિતિ. આત્મબળ. [હાથનોંધ 1, પૃષ્ઠ 183 ] सो धम्मो जथ्थ दया दसट्ठ दोसा न जस्स सो देवो; सो ह गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. [હાથનોંધ 1, પૃષ્ઠ 187 ] અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદ્રશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ? 88 [હાથનોંધ 1, પૃષ્ઠ 195 ] એક વાર વિક્ષેપ શમ્યા વિના બહ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. કેમ, ક્યાં સ્થિતિ કરીએ ? હાથનોંધ-૨ [હાથનોંધ 2, પૃષ્ઠ 3 ] રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 2, પૃષ્ઠ 5 ] સર્વજ્ઞપદનું ધ્યાન કરો. [હાથનોંધ 2, પૃષ્ઠ 7] શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. [હાથનોંધ 2, પૃષ્ઠ 9 ] નમો જિણાણે જિદભવાણું જિનતત્ત્વસંક્ષેપ. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, Page #51 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે. [હાથનોંધ 2, પૃષ્ઠ 13 ]. નમો જિણાણે જિદભવાણ જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહપુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યકજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યફચારિત્ર ક્યાંથી થાય ? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપર વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. [ હાથનોંધ 2, પૃષ્ઠ 15 ]. જીવને બંધનના મુખ્ય હેતુ બે : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ - મિથ્યાત્વ એટલે અસમ્યફદર્શન છે. સમ્યફજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યફદર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યકુચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ. [હાથનોંધ 2, પૃષ્ઠ 17 ] હે જીવ! સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. Page #53 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 53 Error! Reference source not found. હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યફદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યકદર્શની ! સમ્યફચારિત્ર જ સમ્યકદર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. હે સમ્યફચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? [હાથનોંધ 2, પૃષ્ઠ 21 ] દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુ:ખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 54 Error! Reference source not found. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે. [હાથનોંધ 2, પૃષ્ઠ 25 ]. હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [હાથનોંધ 2, પૃષ્ઠ 27]. એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ. આત્મા જ. શુદ્ધાત્માં જ. Page #55 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. સહજાન્માં જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ. [હાથનોંધ 2, પૃષ્ઠ 29 ]. 7-12-541 31-11-22 આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમય આત્મોપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અહો ! આ દેહની રચના ! અહો ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણા ! અહો તેમનું ધ્યાન ! અહો તેમની સમાધિ ! અહો તેમનો સંયમ ! અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ ! અહો તેમની પરમ જાગૃતિ ! અહો તેમનો વીતરાગ સ્વભાવ ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યોગની શાંતિ ! અહો તેમના વચનાદિ યોગનો ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ ? જઘન્યમંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયનો હેતુ શો ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. 12 [હાથનોંધ 2, પૃષ્ઠ 30 ] 1 54 = સંવત 1954, 12 = આસો સુદ 7; 31 મું વર્ષ, 11 મો મહિનો, બાવીસમો દિવસ. (જન્મતિથિ સં. 1924 કાર્તિક સુદ 15 હોવાથી સં. 1954 આસો સુદ 7 મે 31 મું વર્ષ, 11 માસ અને 22 મો દિવસ આવે છે.) Page #56 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 56 Error! Reference source not found. તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ, બાહ્યાભ્યતર ત્યાગ. આહારનો જય. આસનનો જય. નિદ્રાનો જય. યોગનો જય. આરંભપરિગ્રહવિરતિ, બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. એકાંતવાસ. અષ્ટાંગયોગ. સર્વજ્ઞધ્યાન. આત્મ ઈહા. આત્મોપયોગ. મૂળ આત્મોપયોગ. અપ્રમત્ત ઉપયોગ. કેવળ ઉપયોગ. કેવળ આત્મા. અચિંત્ય સિદ્ધસ્વરૂપ. [હાથનોંધ 2, પૃષ્ઠ 31 ] જિનચૈતન્યપ્રતિમા. સર્વાંગસંયમ. એકાંત સ્થિર સંયમ. Page #57 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 57 Error! Reference source not found. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્ત્વવિચાર. સમાધાન. બીજાંદર્શનતત્વવિચાર, | ધર્મસુગમતા. પદ્ધતિ. લોકાનુગ્રહ. યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત વૃત્તિ. ધર્મનો ઉદય. [હાથનોંધ 2, પૃષ્ઠ 32 ] સ્વપર પરમોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તો. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહત અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રવર્ચે જાય છે. યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દ્રષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. 15 [હાથનોંધ 2, પૃષ્ઠ 34] ત્યારે તમે શા માટે તે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો ? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. 16 [હાથનોંધ 2, પૃષ્ઠ 35 ] એવંભૂત દ્રષ્ટિથી જુસૂત્ર સ્થિતિ કર. ઋજુસૂત્ર દ્રષ્ટિથી એવંભૂત સ્થિતિ કર, નૈગમ દ્રષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. એવંભૂત દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દ્રષ્ટિથી એવંભૂત થા. એવંભૂત દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. Page #59 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. વ્યવહાર દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. શબ્દ દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. સમભિરૂઢ દ્રષ્ટિથી એવંભૂત અવલોક, એવંભૂત દ્રષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. એવંભૂત દ્રષ્ટિથી એવંભૂત થા. એવંભૂત સ્થિતિથી એવંભૂત દ્રષ્ટિ શમાવ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. [હાથનોંધ 2, પૃષ્ઠ 37 ]. હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંયોગાસનો આ આભાસ તો જુઓ ! આશ્ચર્યવત, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 60 Error! Reference source not found. [હાથનોંધ 2, પૃષ્ઠ 39 ]. પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે ? તે વિષે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતર્મુખ ઉપયોગ કરીને જો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ [હાથનોંધ 2, પૃષ્ઠ 41 ] હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. Page #61 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 20 [હાથનોંધ 2, પૃષ્ઠ 45 ]. હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુ:ખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. - 21 [હાથનોંધ 2, પૃષ્ઠ 47] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરૂના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. 22 [ હાથનોંધ 2, પૃષ્ઠ 49 ]. बंधविहाणविमुक्कं, वंदिअ सिरिवद्धमाणजिणचंदं. सिरिवीर जिणं वंदिअ, कम्मविवागं समासओ वच्छं, कीरई जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्म. Page #62 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 62 Error! Reference source not found. कम्मदव्वेहिं सम्म, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. [ હાથનોંધ 2, પૃષ્ઠ 51 ]. કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે ત | પંચમ ગુણસ્થાનક. | છઠ્ઠ ગુણસ્થાનક. સર્વ આચરણરૂપે અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ | સપ્તમ " ערב અપૂર્વ આત્મજાગૃતિ અષ્ટમ " સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક | સ્વરૂપસ્થિતિ તે | નવમ ગુણસ્થાનક સૂક્ષ્મ " દશમ ઉપશાંત " એકાદશમ " ક્ષીણ” દ્વાદશમી Page #63 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 63 Error! Reference source not found. હાથનોંધ-૩ [હાથનોંધ 3, પૃષ્ઠ 3 ] ૐ નમઃ સર્વજ્ઞ. જિન. વીતરાગ. સર્વજ્ઞ છે. રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 7 ] સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 9 ] સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ દેવ. નિર્ગથ ગુરૂ નિગ્રંથ ગુરૂ. ઉપશમમૂળ ધર્મ. દયામૂળ ધર્મ. Page #64 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 64 Error! Reference source not found. સર્વજ્ઞ દેવ. નિર્ગથ ગુરૂ. સિદ્ધાંતમૂળ ધર્મ. સર્વજ્ઞ દેવ. નિર્ગથ ગુરૂ. જિનાજ્ઞામૂળ ધર્મ. સર્વજ્ઞનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ. ધર્મનું સ્વરૂપ. સમ્યક ક્રિયાવાદ. [હાથનોંધ 3, પૃષ્ઠ 11 ] ૐ નમઃ પ્રદેશ સમય પરમાણુ દ્રવ્ય ગુણ પર્યાય Page #65 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 65 Error! Reference source not found. જડ Then serp Reference source not fou ચેતન [હાથનોંધ 3, પૃષ્ઠ 13 ]. ૐ નમ: મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્યઃ- જીવ, અજીવ. પર્યાયઃ- અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાયઃ- મેરુ આદિ. [હાથનોંધ 3, પૃષ્ઠ 15 ] ૐ નમઃ સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુ:ખ મટતું નથી. તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. Page #66 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 66 Error! Reference source not found. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ. [હાથનોંધ 3, પૃષ્ઠ 16 ] સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણેની એકતાથી મોક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજુ નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 17 ]. ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્વાર્થપ્રતીતિ થવી તે છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 19 ] Page #67 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 67 Error! Reference source not found. હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદ્રષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદ્રષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. - જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છે, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દ્રષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે. ૐ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. [હાથનોંધ 3, પૃષ્ઠ 23 ] ૐ નમ: કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. સ્વતન્તભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 68 Error! Reference source not found. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 24 ]. હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એક્તા કરવાથી કેવળજ્ઞાન થાય. [ હાથનોંધ 3, પૃષ્ઠ 27]. આકાશવાણી તપ કરો; તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. 11 [હાથનોંધ 3, પૃષ્ઠ 29 ]. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. Page #69 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 69 Error! Reference source not found. 4 વાગે 6 - રહિત છું. શદ્ધ ચૈતન્ય 3 & સ્વરૂપથી ભાવથી 2 શુદ્ધ ચેતવ્ય વિભાવ છે. તોતિએ એ - પરિણામે ત્રિત લક સવે પરંભા, [હાથનોંધ 3, પૃષ્ઠ 31 ] શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. સદભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન. શુદ્ધાત્મપદ. જ્ઞાનની સીમા કઈ? નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું ? અદ્વૈત એકાંતે ઘટે છે? આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 2 ધ્યાન અને અધ્યયન. ઉ૦ અપ૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 13 [હાથનોંધ 3, પૃષ્ઠ 35 ]. ‘ઠાણાંગસૂત્ર'માં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો. एगे समणे भगवं महावीरे इमीसेणं ऊसप्पिणीए चउवीसं तिथ्थयराणं चरिमे तिथ्थयरे सिद्ध बुद्धे मुत्ते परिनिव्वुड़े सव्वदुःखप्पहीणे / [હાથનોંધ 3, પૃષ્ઠ 37] આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત, જિનકલ્પાવત, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવતુ વિદેહીવત્ જિનકલ્પીવતુ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. - 15 [હાથનોંધ 3, પૃષ્ઠ 39 ]. પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ. સંગ અને સ્નેહપાશનું ત્રોડવું. (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.) આશંકા - જે સ્નેહ રાખે છે, તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું તે કૃતઘ્નતા અથવા નિર્દયતા નથી ? સમાધાન - Page #71 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 16 [હાથનોંધ 3, પૃષ્ઠ 40 ] સ્વરૂપબોધ. યોગનિરોધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશ સંપૂર્ણ ગુણાત્મક્તા સર્વાંગસંયમ. લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. 17 [હાથનોંધ 3, પૃષ્ઠ 43 ]. ૐ નમઃ સર્વજ્ઞ-વીતરાગ દેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર.) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. 18 [ હાથનોંધ 3, પૃષ્ઠ 45 ]. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. Page #72 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે 19 [હાથનોંધ 3, પૃષ્ઠ 47 ] સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’ અદભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત [હાથનોંધ 3, પૃષ્ઠ 49 ]. ૐ નમઃ સંયમ [હાથનોંધ 3, પૃષ્ઠ 50 ]. જાગૃત સત્તા. જ્ઞાયક સત્તા. આત્મસ્વરૂપ. Page #73 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. 73 Error! Reference source not found. 22 [ હાથનોંધ 3, પૃષ્ઠ 51 ] સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સગુરૂકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તાપૂર્વક - 23 [ હાથનોંધ 3, પૃષ્ઠ પર ] અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ : અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદગુરૂદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. 24. [હાથનોંધ 3, પૃષ્ઠ 54 ] ૐ નમઃ વિશ્વ અનાદિ છે. આકાશ સર્વ વ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદગલ અને જીવ અનંત દ્રવ્ય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ પપ ] દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. 25 પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ) જોઈએ. પરમ નિર્દોષ શ્રુત. પરમ પ્રતીતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. 1 મૂળનું વિશેષપણું. 2 માર્ગની શરૂઆતથી અંતપર્વતની અદ્ભુત સંકળના. 3 નિર્વિવાદ - 4 મુનિધર્મપ્રકાશ. 5 ગૃહસ્થધર્મપ્રકાશ. 6 નિર્ગથ પરિભાષાનિધિ - 7 શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ. Page #75 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. 26 [ હાથનોંધ 3, પૃષ્ઠ 58 ]. સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા - અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભસ્સો આર્ય પુરુષોએ કર્યો છે ? હે પ્રમાદ ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે? હે બોધબીજ! તું અત્યંત હસ્તામલકવતું વર્ત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. [હાથનોંધ 3, પૃષ્ઠ 59 ], હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિર્ગથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા ! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. ૐ Page #76 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 3, પૃષ્ઠ 61 ] હે વચનસમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણા તે કાં તો આત્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. [હાથનોંધ 3, પૃષ્ઠ 63 ]. इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणत्तरं केवलियं पडिपणसंसद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिळं सव्वदुख्खपहीणमग्गं / एथ्थं ठिया जीवा सिझ्झंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो / तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उट्ठाए उढेमोत्ति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति / 28 શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો ! ફાગણ વદ 13, સોમ, સં. 1957 દ્વિવે આ શુ0 1, 1954 ૐ નમઃ સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને Page #77 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. મનનો વચનનો કાયાનો જય કરીને ઇન્દ્રિયનો આહારનો નિદ્રાનો નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી, જે જે તર્નાદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. 30 વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ :- શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા :- મોક્ષ પ્રયોજન. તે દુ:ખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું વિશેષ સ્વરૂપ. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણો. મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી. આસ્થા- તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર- તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ- તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. Page #78 -------------------------------------------------------------------------- ________________ Errorl Reference source not found. Error! Reference source not found. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક તેનાં કારણો. ધીરજનાં સ્થાનક તેનાં કારણો. શંકાના સ્થાનક- તેનાં કારણો. પતિત થવાનાં સ્થાનક- તેનાં કારણો. ઉપસંહાર. આસ્થા : પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ સમાપ્ત.