SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. 40 Error! Reference source not found. જાણવાનું ફળ શું છે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 157 ] બંધનો હેતુ શો છે ? પુગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ? જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે. અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ? અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્વાન કે તેમ નહીં ? [હાથનોંધ 1, પૃષ્ઠ 158 ]. મૂર્ત એવાં પુદગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ? ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતાં તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણામીપણું છે. ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે? [હાથનોંધ 1, પૃષ્ઠ 159 ] દ્રવ્ય એટલે શું ? ગુણ પર્યાય વિના તેનું બીજુ શું સ્વરૂપ છે ? કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન ઠરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી.
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy