________________ Errorl Reference source not found. Error! Reference source not found. 72 [હાથનોંધ 1, પૃષ્ઠ 162 ] જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. દ્રષ્ટ વસ્તુ પરથી અદ્રષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે. જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો - 1 અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. 2 સંકોચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે તે સંકોચ, વિકાસ અરૂપીને વિષે હોવા યોગ્ય છે ? તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે ? 3 નિગોદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે ? 4 સર્વ દ્રવ્ય ક્ષેત્રાદિની પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે ? 5 આત્મામાં યોગે વિપરિણામ છે ? સ્વભાવે વિપરિણામ છે ? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે ? સંયોગી સત્તા છે? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 163 ] 6 હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે ? સ્વસ્વભાવનું ? પુદ્ગલસંયોગનું કે તેથી વ્યતિરિક્ત ? 7 જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લોકવ્યાપકપ્રમાણ આત્મા ન થવાનું કારણ શું ? 8 જ્ઞાન ગુણ અને આત્મા ગણી એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત જ્ઞાનવ્યતિરિક્ત માનવો તે કેવી અપેક્ષાએ ? જડત્વભાવે કે અન્યગુણ અપેક્ષાએ ? 9 મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે છે ? 10 શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે ? 11