SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. અવધિ, મન:પર્યવ, પરમાવધિ, કેવલ, 70 [હાથનોંધ 1, પૃષ્ઠ 155 ]. પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલોકનું ? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, પરમાણુસમૂહ અનંત છતાં અનંતપણાનો સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય ? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. સહજ ઉપયોગ તે જ્ઞાન છે; તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. કેમકે પ્રથમ સિદ્ધ કોણ? પ્રથમ જીવપર્યાય કયો ? પ્રથમ પરમાણુપર્યાય કયો ? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવા યોગ્ય રસ્તો દેખાય છે. 11 [હાથનોંધ 1, પૃષ્ઠ 156 ] કંઈ પણ છે ? શું છે ? શા પ્રકારે છે ? જાણવા યોગ્ય છે ?
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy