________________ Errorl Reference source not found. Error! Reference source not found. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 150 ] જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારનો પદાર્થસ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. 68 [હાથનોંધ 1, પૃષ્ઠ 152 ] ગુણાતિશયતા શું ? તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું ? વિશેષ હેતુ શો ? જો જિનસમત કેવળજ્ઞાન લોકાલોકજ્ઞાયક માનીએ તો તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહારાદિ ક્રિયા શી રીતે સંભવે ? વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિનો હેતુ શો ? 69 [હાથનોંધ 1, પૃષ્ઠ 154 ]. મતિ, શ્રત,