________________ Errorl Reference source not found. Error! Reference source not found. સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે? અત્રે જો એવું દ્રષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસસાપરિણામી પુદગલરમિથી પ્રતિબિંબિત થાય છે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? 65 [હાથનોંધ 1, પૃષ્ઠ 136 ] આહારનો જય, આસનનો જય, નિદ્રાનો જય, વાસંયમ, જિનોપદિષ્ટ આત્મધ્યાન. " આત્મધ્યાન શી રીતે ? જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. શું વિચારતાં, શું માનતાં, શી દશા થતાં ચોથું ગુણસ્થાનક કહેવાય ? શાથી ચોથે ગુણસ્થાનકેથી તેરમે ગુણસ્થાનકે આવે ? [હાથનોંધ 1, પૃષ્ઠ 148 ] વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં.